પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૫૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


બોડાણો જ્ઞાતિ રજપુતની, ગંગાબાઈ છે નારી;
દાસ થઈને જો રહ્યાં તો, ઘેર આવ્યા ગિરિધારી— નિશ્ચે. ૫.

રંકાવંકા સજન કસાઈ, બજ્યા રાતને દહાડો
કિયા જોગીને રામ મળ્યા તે, આવો એક દેખાડો— નિશ્ચે. ૬.

નથી રામ વિભૂતિ ચોળ્યે, નથી ઊંઘે શિર ઝોળ્યે;
નથી નારી તજી વન જાતાં, જ્યાં લગી આપ ન ખોળે.— નિશ્ચે. ૭.

જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને;
કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને.— નિશ્ચે. ૮.

પય ઓથે જેમ ધૃત રહ્યું છે, તલ ઓથે જેમ તેલ;
કહે નરભો રઘુવર છે સઘળે, એવો એનો ખેલ.— નિશ્ચે. ૯.




13523


0.231321