પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૫૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નરસિંહ મેહતા (૪૬૩ )


વેવાઇયે મુજને અતિશે વગોવિયો, ઉષ્ણેાદક મૂકી ઉપહાસ્ય કીધું ;
દ્વાદશ મેઘ ત્યાં મોકલ્યા શ્રીહિર, આપના દાસને માન દીધું — તું શાનો ૩.

જાહરે મુજને મહાદેવે કિરપા કરી, ત્યારે મેં લક્ષમીનાથ ગાયો;
મામેરાં વેળાએ લાજ જાતી હુતી, ગરૂડ મૂકી તું ચરણે ધાયો— તું શાનો. ૪.

મારી પાસ સુંદરી બાંહ્ય કંઠે ધરી, કેશવા કીરતન એમ થાયે;
અબુદ્ધિયાં લોક તે અસત્ય વાણી વદે, પુન્યવંત લોક તે પ્રેમે ગાયે— તું શાનો. ૫.

હીરની દોરીએ હાર ગુંથ્યો હરિ, વાણું વાશે તો નિજ દાસ મરશે ;
દયા કરીને હરિ હાર આલો મુને, શામળા સાહ્ય તે કૃષ્ણ કરશે— તું શાનો ૬.

સોરઠમાં મુને સર્વ સાચો કહે, પુત્રીનું મોસાળું સારૂ કીધું ;
નાગરી નાતમાં ઇંડુ ચડાવિયું, નરસૈંયાને અભેદાનદીધુ— તું શાનો. ૭.

પદ પર રાગ એજ. ભાગલ ભાંગીએ રાય દામૈદરા, ઉઠે જદુનાથ દેવાધિદેવા; રાય મ’ડલિક મદ ભી એમ એચરે, જાણે નરસૈયાની જૂઠી સેવા ભાગલ. ૧ ભક્તપાલક તું દયાળદામાદરા, દાસ નરસે ને શરણ રાખા ; પ્રતિવજ છે મુજને તાહરી, નાગર સાથે હિર નેહુ દાખા-- ભાગલ, ૨. નિશિદન નરહરિ નામ રૂલ્યે વસ્યું, પતિતપાવન તારૂ ખરદ કહાવા ; ગ્રાહથકી ગજ સૂકાવિયા શ્રીહરિ, તેમ નરસૈયાને મૂકાવે ભાગલ. ૩.