લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૯૭
 

વાગ્ય અલખની ધૂન ગલ પ્રભુ ! તુજ બારણે આજે અલખની ધૂન મચાવું હું, ગગનમાં ઘેાર ઘન ગાજે, અલખની ધૂન મચાવું હું. અરે દિલરૃપદાનીમાં પડ્યા આતશ બધા ઠંડા, હવે તુજ નામ ભભરાવી મુખે ધૂપ આ જળાવું છું. હતી અનહદ અકળ બેલી, પુકારી મેં હવામાં ગઈ; અધી દુનિયા બને બહેરી : પ્રભા! કાને સુણાવું હું? પડ્યાં આંસુ, ઝીલ્યાં છીપે, ઝીલ્યાં કે આસમાને આ, રહ્યાં અણુઝીલિયાં જગમાં, હવે ક્યાં તે ઝિલાવું હું ? હતા દરિયાવ દિલમાં પણ તરી ના નાવડી કે ત્યાં; મળ્યા ના નાખુદા ગેબી : પછી કય એ તરાવું હું ?

નિહાળી હાથ આ ખાલી, મને જગ વે પાછા ભરી દે તારી ભિક્ષાથી, ન દુનિયાને બતાવું હું. ભરી ભરતી અહીં ડેલે, ભીંજાઉં તુજ કૃપાછાળે : અલખની ધૂન મચાવી ત્યાં અદલ તુજમાં સમાવું હું. ગગનમાં ઘેાર ઘન ગાજે, અલખની ધૂન મચાવું છું: પ્રભુ! તુજ અંતરે આજે અલખની ધૂન મચાવું છું. 3 ૧ પ્