પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભરતખંડની તમામ ભાષાઓની કવિતામાં દેવપૂજા, દેવકથા તે દેવરહસ્ય એ મુખ્ય વિષયેા છે. આ દેશ પોતાના સંસાર કે સમાજની તમામ પ્રવૃત્તિઓને ધાર્મિક દૃષ્ટિથી જ જોતા અને કસતા આવ્યે છે, એટલે કવિતાના વિષયમાં પણ એ ધાર્મિકતા પ્રાધાન્ય ભાગવે, એમાં કાંઇ આશ્ચય નથી. અને કવિ તો પયગમ્બર છે, પ્રભુના દેશવાહક છે; એટલે તેના તા શબ્દેશબ્દમાં એ ધાર્મિકતા ઝળકે છે. માનવજાતિના ઊંડા અંતરેદ્ગાર વિમુખે જ રંગાઈ લડાઈને પ્રકાશ પામે છે, તે એ અંતરાગાર ઊડેડ રણઢ્ઢા કવિહૃદયમાં સહજ આંદેલન ઉત્પન્ન કરે છે. આ કાવ્યપુતનુ આટલું જ પ્રસિદ્ધિકારણ બસ છે. ' આ સંગ્રહમાંનાં કાબ્યા-ભજને બહુ ભાગે તીવ્ર વેદનાકાળમાં લખાયાં હતાં, અને પ્રસંગવશાત્ એવા જ સંજોગે આ નાતે ‘આલાપ ’ પણ પથારીમાં જ લખાય છે. એ કાવ્યેામાં મારા હૃદયમાં ઉદ્ભવેલા ઊંડામાં ઊંડા ભક્તિભાવનું મંથન થયેલુ છે, તેમ જ મારા જીવનમાં થયેલા કેટલાક આધ્યાત્મિક અનુભવા એમાં સમાયેલા છે. એ કાવ્યાના સન- કાળને આનદ અનિર્વચનીય છે. નરસંહ મહેતાને શ્રી કૃષ્ણનાં દર્શન થયાં હતાં, એ વાત અશ્રદ્ધાવાન જગત નહીં કે માને, પણ એક ઘડી એવાં પ્રભુદર્શન પામીને હું ધન્ય બન્યા હતા. એ ઘડીનું આખું વણૅન ‘ પધરામણી ’’ કાવ્યમાં છે. એ આનંદનું કિંચિત્ અમીબિંદુ વાચકના હૃદયમાં તેના પોતાના અન્ય સરકાર પણ જગાડી શકશે, તે। આ કાળ્યા પણ સફળતા પામશે. માઉંટાડ, મદ્રાસ, તા. ૧૫ મી નવેમ્બર ૧૯૨૮ અરદેશર ફરામજી ખમદાર