પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આલાપ [ પહેલી આવૃત્તિના ] “ સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોતે વિચારીને મૂળ તારું : તુ' અલ્યા કાણુ તે કાને વળગી રહ્યો, વગર સમજે કરે મારું મારું.’ -- શ્રી નરસિહ મહેતા ભરતખંડના તમામ તત્ત્વજ્ઞાનના સાર આ ઉપર ઉતારેલી ગુજર આદિકવિ નરસિંહ મહેતાની ચાર પક્તિઓમાં આવી ગયેા છે. અનાદિ કાળથી માનવજાતિ પેાતાના મૂળની ખેાજ ચલાવી રહી છે, અને અનંતકાળ સુધી એ ખેાજ ચાલુ જ રહેશે. કવિઓ અને તત્ત્વજ્ઞાની પૂર્વના હૈા કે પશ્ચિમના હા, પણ્ તેઓને આ આત્મમંથનને પ્રશ્ન સદાય અપૂર્વતામાં અને સનાતનતામાં ગૂંચવતા જ રહ્યો છે. પ્રકૃતિ અને પુરુષની લીલાથી ઉદ્ભવેલુ આ બ્રહ્માંડ ચાહે તેટલુ વિશાળ અને અનંત ઢા, પણ મનુષ્ય તેને પેાતાની આંખની કીકીમાં તે કલ્પનાના અણુમાં સમાવી દેવાની હામ ભીડે છે. એ લીલાનું સૈા સદાય તેને આકષી રહ્યું છે. તત્ત્વજ્ઞાની પોતપાતાને માગે' એ સૌન્દર્યનું પૃથક્કરણ કરતા રહ્યા છે, ત્યારે કવિ એ સૈાસ્થ્યનાં ગાન કરતા અને વિજ્ઞાની કરતા તેનું રહસ્ય પેાતાની કલ્પનાની અણીથી ઉકેલતા તેમાં પાતાના હૃશ્ય- ભાવને અનેકવિધ રેડે છે. જે સત્ય અંતરમાંથી બહાર પથરાયેલું છે, તે પાછું એવી રીતે અંતરમાં જ સમાય છે.