kr આ ‘ ભજનિકા” ની પ્રથમ આવૃત્તિને બાર વર્ષ થઈ ગયાં છે, એ પ્રગટ થયા પછી એ જ વર્ષમાં ખપી ગઈ હતી. અને વર્ષોંથી એની બીજી આવૃત્તિની માગણી થયા જ કરતી હતી. એ અરસામાં એમાંનાં અનેક ભજતા અનેક સંગ્રહામાં લેવાયાં છે, અને એક સંગ્રહકારે તા ભજનિકા’’ માંનાં અધી સખ્યા જેટલાં ભજનેાની લૂંટ ચલાવી છે! “ ભજનિકા ’’ ની લાકપ્રિયતાનું દર્શન એમાં સાબિત થયું છે. વિદ્વાન વમાં તેમ જ સમાજમાં એક સરખી રીતે ભજનિકા”નાં ભજને પ્રચાર પામ્યાં છે. મુંબઈ યુનિવર્સિ ટીમાં પણ બી. એ. ના શિક્ષણમાં એ આ વર્ષે પાઠ્યપુસ્તક થયું છે. આ નવી આવૃત્તિમાં કશા મહત્વના ફેરફાર કીધા નથી. માત્ર વિદ્યાપીઠના “ જોડણીકાશ’ પ્રમાણે એમાં જોડણી વ્યવસ્થિત કીધી છે. એની છપાઈ, ર’ગ- રૂપ વગેરે બધું મારાં નવાં પ્રકાશને માફક બની શકતું સાષકારક કીધું છે. . . સર્જનપળ અને સર્જનપ્રસંગ પ્રમાણે જ સર્કનું સર્જન થાય છે. પ્રભુના વિશ્વસર્જનમાં પણ લાખા ગાળા એકસરખા મેટા કે તેજસ્વી હૈાતા નથી. પણ પ્રભુની મહાયાજનામાં એ સૌનું સ્થાન છે કાઈ પણ અવગણનાને પાત્ર નથી. આ “ભજનિકા”માં પણ ઊંચાનીચા સુર જેવા ભાવિક હૃદયના અનેકાનેક ભજનભાવનાં દર્શન છે. જે ‘ જડબુદ્ધિ જીવ’ને આધ્યાત્મિક અનુભવ જ નથી તેને સરળ શબ્દોની પાછળ વહેતા આધ્યાત્મિક ગૂઢ ભાવ જડતા નથી કે સમજાતા નથી. ‘ જડબુદ્ધિ’ થી નહીં પણ શ્રદ્ધાથી અને હૃદયની ઉત્સુકતાથી જ આવાં ભજનેને રસ આરેણી શકાય છે. એવા રસ, એવા આનદ આ ભજનાએ ગુજરાતમાં જ નહીં પણ આફ્રીકા વગેરે દૂરના ખંડમાં જઈ વસેલા આપણા ગુજરાતી બંધુઓને પણ આપ્યા છે તે એ સૌના સેકડે! પત્રાથી હું જાણી શકયા છેં. એક કવિને પોતાની કૃતિ માટે એથી વધારે તૃપ્તિ ખીજી શી હાઈ શકે? પ્રભુમાગે રહી સૌ પ્રભુજન અને તે રહે, એ જ મારી પ્રાર્થના છે. અરદેશર ફરામજી ખબરદાર ૭૮૮, પારસી કાલેાની, દાદર, મુંબઇ, તા. ૫મી જુન ૧૯૪૧ જેઠ સુદ ૧૧, સંવત ૧૯૯૭
પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૦
Appearance