પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કોને અન્ન વિના ચાલે નહિ ઋષિરાયજી રે
ભલે હો જોગ જોગેશર લાગું પાયજી રે

અન્ન વિના ભજન સૂઝે નહિ ઋષિરાયજી રે
જીવે અન્ને આખું જગત લાગું પાયજી રે

શિવે અન્નપૂર્ણા ઘેર રાખિયાં ઋષિરાયજી રે
રવિએ રાખ્યું અક્ષયપાત્ર લાગું પાયજી રે

સપ્ત ઋષિ સેવે કામધેનુને ઋષિરાયજી રે
તો આપણે તે કોણ માત્ર લાગું પાયજી રે

દેવો સેવે કલ્પવૃક્ષને ઋષિરાયજી રે
મનવાંછિત પામે આહાર લાગું પાયજી રે

અન્ન વિના ધરમ સૂઝે નહિ ઋષિરાયજી રે
ઊભો અન્ને આખો સંસાર લાગું પાયજી રે

ઉદ્યમ નિષ્ફળ જાશે નહિ ઋષિરાયજી રે
જઈ જાચો હરિવરરાય લાગું પાયજી રે

અક્ષર લખ્યા દારિદ્રના ઋષિરાયજી રે
ધોશે ધરણીધર તતખેવ લાગું પાયજી રે