પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રાસાષ્ટક

(દોહા)


એક સમય શશિ ઉદિત અતિ, હોય મન અધિક ઉલ્લાસ
યમુના તટ વ્રજનાર જુત, રચ્યો મનોહર રાસ
ભર ભર તન સજ આભરણ, વર વન કરણ વિહાર
કર કર ગ્રહ નટવર કૃષ્ણ, સર સર અનુસર સાર

(છંદ રેણકી)


સર સર પર સધર અનર તર, અનુસર કરકર વરઘર મેલ કરે,
હરિહર સુર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે,
નિરખત નર પ્રવર, પ્રવર ગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે
ઘણ રવ પર ફરર ફરર પદ ઘુંઘર, રંગભર સુંદિર શ્યામ રમે
રે ભાઈ રંગભર સુંદિર શ્યામ રમે

ઝણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર ગોમ ધણણ ગણણણણ ગયણે
તણણણ બજ તંત ઠણણ ટંકારવ, રણણણ સુર ધણણણ રયણે
ત્રહ ત્રહ અતિ ત્રણણ ધણણ અતિ ત્રાંસા, ભ્રમણ ભમરવત રમણ ભ્રમે
ઘણ રવ પર ફરર ફરર પદ ઘુંઘર, રંગભર સુંદિર શ્યામ રમે
રે ભાઈ રંગભર સુંદિર શ્યામ રમે

ઝટ પટ પટ ઉલટ પલટ નટવત ઝટ, લટ પટ કટ ઘટ નિપટ લલે
કોકટ અતિ ઉકટ ત્રકટ ગતિ ધિન કટ, મન ડરમટ લટ લપટ મલે
જમુના તટ પ્રગટ અમટ અટ રટ જૂટ, સૂર થટ ખેખટ તેણ સમે
ઘણ રવ પર ફરર ફરર પદ ઘુંઘર, રંગભર સુંદિર શ્યામ રમે
રે ભાઈ રંગભર સુંદિર શ્યામ રમે

ધમ ધમ અતિ ધમક ઠમક પદ ઘુંઘર, ધમધમ ક્રમ સમ હોત ધરા,