પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભ્રમ ભ્રમ વત વિષય પરિશ્રમ વત ભ્રમ, ખમ ખમ દમ અહી વિખમ ખરા,
ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મન મેં
ઘણ રવ પર ફરર ફરર પદ ઘુંઘર, રંગભર સુંદિર શ્યામ રમે
રે ભાઈ રંગભર સુંદિર શ્યામ રમે

ગત ગત પર ઉગત તુગત, નૃત, પ્રિય ગત રત ઉનમત, ચિત્ત વધત રતિ,
તત પર ઘ્રત નચત ઉચત મુખ થૈ થત, આવૃત અત ઉત ભ્રમત અતિ,
ધિધિતત ગત બજત મૃદંગ, સૂર ઉધ્ધત, કૃત ભ્રત નર તત અતત ક્રમે,
ઘણ રવ પર ફરર ફરર પદ ઘુંઘર, રંગભર સુંદિર શ્યામ રમે
રે ભાઈ રંગભર સુંદિર શ્યામ રમે

થન ગન તન નચત પવન પ્રચલન થન, સુમન ગગન ધુન મગન સરા
મન મન વર કૃષ્ણ પ્રસન્ન ધન તમ મન, ધન ધન વન તાસ ધરા
બિસરે તન ભાન ખાન પાન વિધિ, ગાન તાન જેહિ કાન ગમૈ
ઘણ રવ પર ફરર ફરર પદ ઘુંઘર, રંગભર સુંદિર શ્યામ રમે
રે ભાઈ રંગભર સુંદિર શ્યામ રમે

ઢલ ઢલ રંગ પ્રગલ અઢલ જન પર ઢલ ઝલ ઝલ અનકલ તેજ ઝરે
ખલ ખલ ભુજ ચુડ ચપલ અતિ ખલકત કાન કતોહલ પ્રબલ કરે,
વલવલ ગલ હસ્ત તુમલ ચિત વલવલ, જુગલ જુગલ પ્રતિ રંગ જમે
ઘણ રવ પર ફરર ફરર પદ ઘુંઘર, રંગભર સુંદિર શ્યામ રમે
રે ભાઈ રંગભર સુંદિર શ્યામ રમે

સરવસ વસ મોહ દરસ સુર થિત શશિ, અરસ પરસ ત્રસ ચરસ અતિ
કસકસ પટ હુલસ વિલસ ચિત આક્રસ, રસ બસ ખુસ હસ વરસ રતિ,
દ્રસ નવરસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અથમેં,
ઘણ રવ પર ફરર ફરર પદ ઘુંઘર, રંગભર સુંદિર શ્યામ રમે
રે ભાઈ રંગભર સુંદિર શ્યામ રમે