પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધરતી ઉન્હાળે ધીકતી રે;
શીતળ ત્હારે સમીર રે, મહેરામણ !
એક જ લહરીનું માંગણું રે:

પિયુ વસ્યા પરદેશમાં રે,
હૈયાની હુંફે લગીર રે! મહેરામણ !
સ્નેહલ દે સમ્ભારણું રે.




ભાદર ભર-પૂર ગાજતો રે,
ચપળા કરે ચમકાર રે, મેઘલ મીઠા !
એક જ જ્યોતિનું માગણું રે :

પિયુ વસ્યા પરદેશમાં રે,
ગૂંથવા દૃગેદૃગ તારા રે મેગહ્લ હો!
સ્નેહલ દે સમ્ભારણું રે.



ફૂલડાં એ છલકાતી છાબડી રે,
સ્મરણોએ છલાતું ઉર રે, સાહેલડી!
છલકાતાં નિંદર સોણલા રે :

સ્મરણે જ સમ્યોગ સાંપડે રે,
દિલના દિલાવર દૂર રે, સાહેલડી !
દર્શન વિણ દિન દોહ્યલા રે!

-૦-