પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સૌભાગ્યચાંદલો


સૃષ્ટિસોહાગ ! રાજ પુનમનો ચાંદલો:
ચાંદલો રે, ચમકે પોયણીને પ્રાણ: સૃષ્ટિ૦

વનને સોહાગ રાજ ! માણીગર મોરલો :
મોરલો રે, નાચે ઢેલડને ધ્યાન: સૃષ્ટિ૦

ગાજે છે મેહુલો, ને ઝબૂકે છે વીજળી ;
વીજળી રે, નાચે ધનને રસપાન: સૃષ્ટિ૦

સંસારે સોહ્યલો રે, માણીગર મોરલો;
 મોરલો રે, સોહે બહ્વને સુકાન: સૃષ્ટિ૦

જીવન સોહાગ, રાજ ! સૌભાગ્યચાંદલો;
ચાંદલો રે, સોહે શીલને સન્માન: સૃષ્ટિ૦