પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સ્નેહરૂસણાં

ચન્દન તલવડીને તીરે, સાહેલડી !
પાણીડાં ગઈતી ઉઘડતે પ્હોર,
વ્હાણાંના નીતરેલ નીરે, સાહેલડી !
દીઠડાં કાંઈ કાંઈ કૌતુક ઔર : ચન્દન૦

જળને ઝોલે જલદેવી, સાહેલડી !
ઝૂલે ઝૂલે ને સ્નેહલીલા લખે;
દિલડાંની વાત કોને કહેવી, સાહેલડી !
મને તો મારી એક કથની કથે : ચન્દન૦

સન્ધ્યાનો ચંદ ચડો રમણે , સાહેલડી !
પોયણે પોયણે રજની રમે,
કમલિની વિલાતે વદને, સાહેલડી !
જોતી ને રોતી જળખોળે નમે : ચન્દન૦

ઉગી ઉષા ને ડૂબી સન્ધ્યા, સાહેલડી !
કિરણે કિરણે કમળો ખીલે,
ચકોર, પોયણં ને ચન્દા, સાહેલડી !
સૂતાં પ્હરોડને પ્રકાશલીલે : ચન્દન૦

બોળ્યો ઘડૂલો મેં તો, સાહેલડી !
નીરે કમળોની કુંળી છાયા ઢળે;
જોતી મ્હોતી સારતીરે, સાહેલડી !
તીરે કાયાના પડાછાયા પડે : ચન્દન૦

ચડતી ભરતીના ભાવે, સાહેલડી !
બેડલું ભરીને સંચરતિ, સખિ !