પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊડતો મકરંદ આવે , સાહેલડી !
ઉઘડે ઉરપાંખડી નાથ નીરખી : ચન્દન૦

આજે સરોવરકાંઠડે, સાહેલડી !
સાંભર્યાં ને ઓસર્યાં સ્નેહરૂસણાં;
વ્હાલથી વ્હાલમનાં આંગણે, સાહેલડી !
હૈડાં ભરી ભરી લીધ મીઠડાં. ચન્દન૦