પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૯ )


ધમધમ કરતાં, રણ પદ ધરતાં, ન ધસ્યાં દળ કા ધુનભેર,—- પણ અહિં હેજ એ સહુએ જ અમને સૂતા જગવ્યા ફેર, મિટ્ટી કરી અમારી ધુણવી અહિ, ને સૂતા જગવ્યા ફેર ! ૧૪ ૮૬ ઘેરાયું પશ્ચિમ ધનથી, કંપ્યાં ધરણી આકાશ; સહુ ધર્મ ઢળ્યા, દૈત્યો ઉછળ્યા, કરતા જગસત્યવિનાશ: ધૃજે ઝગડે ધબડે ખખડે ભારતમાતાનાં દ્વાર, ઊઠે દૂર પાસે દૂર, આવે ભયના કંઈ ભણકાર, આવે ચાગમ ઘેર અવાજ ઘણી, ને ભયના કંઈ ભણકાર.