પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસ્તાવના

“અમ હૃદય શૌર્ય-અંગાર નથી હોલાયો,
સમયે દાવાનળ સમો ઉલટશે ચાહ્યો !
બ્રિટનની ધજાની હેઠ અમે ઘૂમીશું,
જયજય જયજય જયકાર રણે જ કરીશું !

એ આશ અમારી જયગીત ને જયડંકાએ જડી જડી,
જયડંકાએ જડી જડી !
ભરતભૂમિના શૂરપુત્ર તે સદા ન રહીશું રડી રડી ! ”—

(“પ્રકાશિકા”માંના ‘રતભૂમિનું જયગીત’ એ કાવ્યમાંથી, પૃષ્ઠ ૭૦)

લગભગ અગ્યાર વર્ષ ઉપર છપાયલા કાવ્યમાંની આ ભવિષ્યવાણી ખરી પડવાનો સમય આટલો જલદી આવશે, એમ કોઈ પણ ધારતું નહોતું; પણ ભારતના વીરપુત્રો બ્રિટનની ધજા હેઠે ભરદુનિયાના મહાયુદ્ધમાં ઘુમ્યા છે અને શત્રુનો પરાજય કરીને જયગીત વગાડતા ભારતને દ્વારે પાછા ફર્યા છે, તે જોઈને કિયા ભારતવાસીનું હૃદય આનન્દ અને ગર્વથી પ્રફુલ્લિત નહિ થશે ? શૌર્યનાં બીજ તો મનુષ્ય- માત્રમાં હોય છે, પણ સમયાનુકૂળ વાયુ વાતાં જ જેમ વૃક્ષ પર અંકુરો ફૂટીને ફૂલ અને ફળ તે પ્રાપ્ત કરે છે, તેમ પ્રસંગ આવતાં ભારતના પ્રજાજનનું શૌર્ય પણ ધૂણી ઊઠ્યું છે, અને યોગ્ય તક અને ઉત્તેજન મળે તો ભારતનું શૌર્ય પણ જગતના બીજા પ્રજાજનના કરતાં કાંઈ ખાંડ્યું જાય તેવું નથી, એ વાત પ્રત્યક્ષ સિદ્ધ થઈ છે. જાગ્યા ત્યાંથી