પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભોળાo - ફિકર નહિ. ફિકર નહિ. એમજ જાણ કે ત્‍હારું કામ થયું. ચાલ, ચાલ મારી જોડે અને હું કહું તેમ કર.

આનંદo - તમારો આજ્ઞાંકિત સેવક તમારી પછાડી યમદ્વાર સુધી આવવાને તૈયાર છે.

ભોળાo - ખરેખર ત્યાં સુધીજ જવુંછે, પણ અંદર પેસવું નથી. વારૂ, તું પછાડી છેટે છેટે ચાલ્યો આવ કે કોઇને વહેમ નહિ આવે.

આનંદo - ચાલો આગળ ચાલતા થાઓ. (મનમાં) આ કોઇ વિચિત્ર માણસ મળ્યું છે, પણ મારા મનમાં એમ લાગેછે કે એનાથીજ મ્હારું કાર્ય સિધ્ધ થશે, અગર જો કેમ તેનો તો મને એણે એક શબ્દ પણ કહ્યો નથી. પણ ઇશ્વરના હાથ સદાજ અદૃશ્યછે.

ભોળાo - (મનમાં ખડખડ હસીને ) હવે હું પૂરો વૈદ્ય થયો, કે ભાખુપણાનું પણ મળ્યું. હા! હા! હા! (હસેછે.)

-૦-

પ્રવેશ ૩ જો

(સ્થળ-ઝુમખાશાહનો ઉતારો)

કમા૦-સેઠ ઓ હકીમ આયા.

નથ્થુ૦- મુવો, સાળો. મોતીની ગોળી કહીને પચાસ રૂપિયા લઈ ગયો, પણ કંઈ ગુણ તો જણાયો નહિ. મારોજ વાંક કે મ્હેં આપ્યા; લેનાર તો જુગતી કરેજ તો. હુંડીનો ભાવ વત્તો લેવા સારૂ ઠાકોરજીનાએ સમ ખાઈયેછ; પણ સામો ધણી પક્કો હોય છે, તો તે એક પઈ પણ કંઈ વત્તી આપેછ? અરરર! હુંજ સાળો કાચો, વરસ કુતરાને નાંખ્યા !(ભોળાભટ આવે છે.)

ભોળા૦-કેમ, સેઠ તમારૂં મ્હોડું ઉતરેલું દેખાય છે? જોઊં તમારી નાડ, હાથ લાવો તો.

નથ્થુ૦-મ્હારે નાડ નથી દેખાડવી. આ પચાશ રૂપિયા મ્હેં એને આપ્યા તે કરતાં કોઈ ગોરા દાક્તરને બોલાવ્યો હોત તોએ સારૂં. પચાશ રૂપિયા તે કંઈ કહેતાં થાયછ? કેટલાનો સર થયો?

ભોળા૦-સેઠ ગોરો દાક્તર ગોરો દાક્તર સું કરોછ? તેને એકબે વૈદકશાસ્ત્રના પ્રશ્ન પુછું તો મારી સામો ફરીથી નહિ આવે. એકવાર હું સ્હુરતમાં એક પારસીને ત્યાં ઓસડ કરવા ગયેલો, ત્યાં તેને ધીરજ નહિ રહી તેથી જાંગલાને બોલાવ્યો. હું ત્હાં બેઠેલો ને પેલો ગોરો દાક્તર આવ્યો. પેલા પારસીએ કહ્યું કે આ અમારા ગુજરાતી વૈદ છે. તે સાંભળી તરત તેણે ટોપી ઉતારી, મ્હેં મારા જોડા હાથમાં લઈને સલામ કીધી. (તમને ખબર છે? અંગ્રેજ લોકોને ખાસડાંનું માન બહુ ગમેછ.) પછી મ્હેં તે દાક્તરને એક સવાલ પુછ્યો, સેઠ તમને અંગ્રેજી આવડેછ?

નથ્થુ૦-ના. અમારા સા ભોગ લાગ્યાછ કે અંગ્રેજી ભણિયે?

ભોળા૦-સેઠ, તમે શહેરમાં રહોછ, ને અંગ્રેજી નથી શિખ્યા એ તો નવાઈ છે.

નથ્થુ૦-અમે શેઠિયા લોક અંગ્રેજી શિખતાજ નથી. કાગડાનું પીછું કાનમાં ખોશી અમારે નોકરી કરવા તો કંઈ જવું નથી? અમારૂં અંગ્રેજી અમારૂં શાસ્તર તે