પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમાન લાભ થાય ઠાકોરજીના પુનથી આપણી પેઢીનું કામ સારૂં ચાલે છે ફકર ચંતા કરવી નહિ બીજું લખવા કારણ એછે કે કારતકશુદી પાંચમને મંગળવારને રોજે આપણી નાતનું શાજનું મળું હતું તેમાં એવા ઠરાવ ઉપર એકડા થયા છે કે નથ્થુકાકા આપણી નાતનો ધારો તોડી વીવાહ કરેલી છોકરીને પરણવા ગયા માટે એમને નાતબહાર મુકવા માટે ભાઈજી તમે લગન કીધાં નહિ હોય તો કરતા નહિ કામ ભારી છે નહિ કીધાં હોએ તો પણ તમારા વેરી એવા છે કે બે ત્રણ કોથળી ખરચાવા વના નાતમાં કોળીયો કરવાના નથી એજ જોઈતું મંગાવજો ૧૯૧૨ના કારતક શુદી ૬ને બુધે "અરર ! આ મોકાણ જબરી આવી.

આનંદ૦-શેઠ, હું તો મજાક કરતો હતો. હું પરણ્યો હજી નથી. તમારે પરણવું હોય તો પરણો.

નથ્થુ૦-નારે ભાઈ, હવે જાણ થયા પછી કેમ પરણાય. હાય ! હાય ! મારા નસીબમાં એ સુખ નહિ તે કોઈ શું કરે ?

આનંદ૦-રંગ છે ! વૈદ્યરાજ ! આજ તમે ખૂબ કીધી !

ઝુમ૦-એક ઘડીમાં મારૂં ધાર્યું ધૂળ થઈ ગયું. હેમત ચલાવી આટલે લગી અવ્યો તે બધું પોંણીમાં ગયું. જો એ કદી કાગળ મોડો પુગો હત તો પછી ન્યાત જખ મારત. કરી કરીને કરત શું ? સૌ પાંચદશ વરશે કુટાતા કુટાતા નેકાલ આવત.

ચંદા૦-મહારાજ, તમે તો મને જીવતદાન આપ્યું. અમારી ખાલના તમને પગરખાં કરીને પહેરાવીએ તો એ તે ઓછું છે.

આનંદ૦-ખરે ! મહારાજ, અમે તમારા શી પેરે ઓશિંગળ થઈયે !

ભોળા૦-મને તમે ખરેખરો વૈદ કરો એટલે થયું.

આનંદ૦-તમે મને તમારો વિદ્યાર્થી કર્યો તેને પેટે જે ન કરીયે તે ઓછું, પણ એ તો મ્હારાથી કેમ બની શકે ?

શિવ૦-આ વૈદે તો ભલું વૈદું કીધું જણાય છે ! ભટના ભાખુ થયા !! કંઈ ઝાઝો ફેર નથી તો !

ભોળા૦-આનંદલાલ, તમારાથી બની સકો કે નહિ, પણ મ્હારું આજે આટલું નામ થયુંછે, એટલે હવેથી મ્હારૂં વૈદું ધડધડાટ ચાલવાનું. પહેલાં હું લહિયાનો ધંધો કરતો હતો ત્યારની એક બે વૈદકની ચોપડી લખી રાખીછ, તેપરથી મ્હારી ગાડી ચલાવી લઈશ.

ઝુમ૦-ભટ્ટા, વૈદકછું કે કુણ છું ?

ભોળા૦-વા ! ઠુમકાશાહ ! તમને તે એ બોલવું ઘટે ? આજે તમારી છોડીને આટલો ચમત્કાર કરી બોલતી કીધી તેતો વિચારો !

શિવ૦-પણ એ પરતાપ કોના તે કહો, મ્હારા ભાખુ ભટ !

ઝુમ૦-ગ-દાઝ્યાપર મીઠું છાંટેછ કે ?

ભોળા૦-હું તો વૈદ એટલે ખરૂંજ ઓસડ બતાવું તો; -ઠુમકા શાહ ! અને ઓ રંડા, હું વૈદરાજ થયોછ માટે હવે જો ત્હેં લાંબી જીભ કરી કની તો બે આંગળ ભરીને