પૃષ્ઠ:Bhatanu Bhopalu.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હમે ચતુર વિચિક્ષણ તનેજ વેચિયે જો;
ઓસડ ધણી તણાં જો વામા ખાતી હોય કદા જો;
જગતમાં બધા કરેજ વૈદું સદા જો.

ભોળા૦-(શિવકોરના કાનમાં) રાંડ, રોજ બરફી બરફી કરતી તે તને બરફી ખવડાવી. બૂમ શેની પાડેછ ? રૂપિયો મને આપ.

શિવ૦-ઉભો રહે, પીટ્યા, તને રૂપિયો આપુંછ.

(હરિયો અને કમાલખાં આવેછે)

હરિ૦-દગો થયો ! દગો થયો ! આનંદલાલ વિદ્યાર્થીનો વેશ લઈને આવ્યો હતો તેની સાથે ચંદા તો પરણી, અને આ ચોર વૈદે-

નથ્થુ૦-હેં ! હેં ! હેં ! પકડો તો કમબખ્તને ! મ્હારી સાથે દગો કીધો ? જાતો કમલખાં, ઢોંડોબા દાદાને ત્હાં. હમણાં એ સુબા પાસે એની ખબર લેવાડુંછ, એનું આપણે ત્હાં ખાતુંછે એટલે એતો આપણા કાચા સુતરનો બાંધેલોછ.

ભોળા૦-કે તુટતાં વાર નહિ લાગે.

નથ્થુ૦-હમણાં એને સુળીએ દેવડાવુંછ.

કમા૦-હકીમજી, અબ તો તુમેરી આવી બની. (જાય છે.)

ભોળા૦-ભાઈ, ત્હેં મારીને વૈદ કીધો તો તે હવે મને પાછો મારીને ખેડુત કરાવાના જો, રાંડ, હવે શી વલે થવાની.

શિવ૦-તમારી પાસે રૂપિયા છે તે મને આપી દો નહિ તો તમને સુળીએ પણ દેશે ને રૂપિયા પણ પીટ્યા જપત કરશે.

ભોળા૦-જા રાંડ, હિયાંથી, મને દુઃખ નહિ દે.

શિવ૦-હું તો તમને સુળી આગળ હિંમત આપવા ઉભી રહીશ. તમારા દેહમાંથી પ્રાણ જશે ત્યારેજ ડાઘુને તેડવા જઈશ. ગભરાતા નહિ, તમારૂં સબ અભડાવવા નહિ દઊં, મ્હારે પુતળું કરવું પડે તો.

(આનંદલાલ અને ચંદા આવેછે)

ચંદા૦-હવે ગમે તે કરો. હું આવી.

ઝુમ૦-રોંડ, મીંઢળ ને પાનેતર કહાંથી લાવી. પરણી કે ?

આનંદ૦-બધું થઈ ચૂક્યું, હવે થુંક ઉરાડશો તે મિથ્યા ?

નથ્થુ૦-હરિયા, આ ચોરને પણ પકડ ! આવા દગાનાં કામ કરે છે !

આનંદ૦-શેઠ, લોટમાં પાણી પડ્યું તે નહિ પડ્યું થવાનું નથી.

નથ્થુ૦-છિ.-તને બતાવું છું. કમાલ ઓ આવ્યો !

કમા૦-શેઠ, આ કાગજ તાકીદકા હૈં, બાંચો ખેપિયા લેકર આયાહૈં.

નથ્થુ૦-હેં ! કોઈની દુકાન તો ભાગી નથી. (વાંચેછે.)

"સવસતશ્રી ઘેડીઆ ગામ મહાસુભસ્થાને પુજારાધે સરવે ઉપમા જોગ શી પાંચ શાહા નથ્થુચંદ કેસુરચંદ પ્રતે શુરતબંદરથી લા. શાહ મકનદાશ કાહાનદાશના જેગોપાળ વાંચવા અત્રે ખેમકુશળછે તમારી ખેમકુશળીના કાગળ લખવા કે મળ્યા