પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
બીરબલ વિનોદ.

ગામેગામ આ વાર્તા પ્રસરેલી હોવાથી જ્યાં ત્યાં તે એક કહેવત રૂપ થઈ પડી હતી.

બીજી તરફ બીરબલની કીર્તિ પણ બહુ જ વધી ગઈ હતી, તે એના વૈરીયો સાંખી શકતા ન હતા. કોઈ પણ રીતે તેને હલકો પાડવાનું તેઓ જાણે 'પણ' લઈ બેઠા હતા, છતાં બીરબલના બુદ્ધિ ચાતુર્ય આગળ તેમનું કાંઈ વળતું ન હતું. ઉપલી સ્ત્રીની હકીકત દિલ્હીમાં ચર્ચાવા લાગી એટલે બીરબલના શત્રુઓએ લાગ સાંધવાનો વિચાર કર્યો. બીરબલની ખ્યાતિએ તેના જ્ઞાતિવાળાઓને પણ વૈરી બનાવ્યા હતા અને તેઓ પણ બીરબલને માનહીન થયેલો જોવા આતુર હતા.

એક દિવસે કચેરીમાંથી પરવાર્યા પછી બીરબલ પોતાના ઘરમાં બેઠો હતો, એવામાં તેની જ્ઞાતિનો ગોર મળવા આવ્યો. બીરબલે ઘણા માનથી તેને બેસાડ્યો. થોડીવાર સુધી આમ તેમની વાત કર્યા પછી ગોરે કહ્યું “કવિજી ! પેલી રામબાઈ જે પોતાના ધણી વિષ્ણુશર્માને દરરેજ દસ જોડા મારે છે, તેની પુત્રી સાથે કોઈજ પરણવાની હીંમત કરતું નથી. એટલે જો તમે તેને પરણો તો ન્યાતમાં તમારી વાહવાહ થશે અને તમારા અસીમ ચાતુર્યની પણ સૌને ખાત્રી થઈ જશે.”

બીરબલ તેની મતલબ સમજી ગયો, છતાં પોતાના બુદ્ધિ ચાતુર્યનો કાંઈક પરિચય બતાવવાનો તેને વિચાર થતાં તે બોલ્યો “તમે કહો છો, એ વાત તો બહુ સારી છે, પણ હું તો એકવાર પરણી ચૂક્યો છું એ તો તમે જાણો છો એટલે બીજીવાર લગ્ન કરવાની મારી ઇચ્છા