પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
બીરબલ વિનોદ.

અને તારા હાથમાં બક્ષિસ લેવાથી વાળ ઉગતા નથી તો પછી મારા અન્ય દરબારીઓની હથેલીયો ઉપર કેમ નથી ઉગતા ?”

બીરબલ ઝટ બોલી ઉઠ્યો “નેકનામ ! એનું કારણ પણ છુપું નથી. જ્યારે આપ નામદાર મને અથવા બીજા કોઈને બક્ષિસ આપો છો એટલે અન્ય દરબારીઓ તે સાંખી શકતા નથી અને ઈર્ષાને કારણે પોતાના હાથ ઘસે છે. એજ કારણે એમની હથેલીમાં વાળ રહેતા નથી.”

આવો બંધ બેસ્તો પ્રત્યુત્તર સાંભળી બાદશાહ અત્યંત ખુશ થયો અને તેને ભારે ઈનામ આપ્યું.

વાર્તા ૨૩.

ચાતુર્યની પરિસીમા.

બીરબલ માંદો પડી જવાથી બેચાર દિવસ સુધી કચેરીમાં ન જઈ શક્યો એટલે શાહ તેને જોવા સારૂ તેને ઘેર ગયો અને બીરબલના પલંગ પાસેજ એક કુરસી ઉપર બેઠો, અને તબીઅત પૂછી જોઈ. એવામાં બીરબલને હાજત થઈ એટલે તે ત્યાંથી ઉઠી જાજરૂમાં ગયો.

એ વખતે બાદશાહે વિચાર્યું કે “માંદગીને કારણે બીરબલના ચાતુર્યમાં કાંઈ મંદતા આવી છે કે કેમ એ તપાસવું જોઈએ.” એ વિચાર આવતાં જ તેણે બીરબલના પલંગના ચારે પાયા હેઠળ એકેક ચીઠી મૂકાવી દીધી અને બીરબલની રાહ જોતો બેઠો. એટલામાં તો બીરબલ પાછો આવીને પલંગ પર સૂતો, અને થોડીવાર પછી ઉપરની છત