પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
બીરબલ વિનોદ.

ધારણામાં સફળતા ન મેળવતાં અધવચમાં જ અટકી પડે. તેને મૂર્ખ–દીવાનો જાણવો.”

આ સાંભળી બાદશાહ પ્રસન્ન થઈ તેના ચાતુર્યના વખાણ કરવા લાગ્યો.

વાર્તા ૨૭.

ત્રણ પ્રશ્નો.

એક પ્રસંગે બાદશાહે પૂછ્યું “બીરબલ ! પાન કેમ સડી જાય છે? રોટલી કેમ બળી જાય છે ? અને ઘોડા ચાલતાં ચાલતાં કેમ અટકી પડે છે?” બીરબલે તરતજ ફકત એકજ ઉત્તરમાં એ ત્રણેનો જવાબ આપી દીધો કે “ નામદાર! ફેરવ્યા વગર," બાદશાહ આથી ઘણોજ ખુશ થયો.

વાર્તા ૨૮.

પ્રકાશમાં અંધકાર.

એક પ્રસંગે બાદશાહે પૂછ્યું “ બીરબલ ! જે પ્રાણી માત્રની દૃષ્ટિએ સૂર્યચંદ્ર દેખાય છે, તે સૂર્યચંદ્રના પ્રકાશથી સર્વ વસ્તુઓ જોઈ શકાય છે; પરંતુ એવીયે કોઈ વસ્તુ હશે જે તેમના પ્રકાશમાં ન જણાય ?” બીરબલ તરતજ બોલી ઉઠ્યો “જી હા, નામદાર ! એ સૂર્યચંદ્રના પ્રકાશમાં પણ અંધકાર દેખી શકાતો નથી."

આ હાઝર જવાબીથી બાદશાહ અત્યંત પ્રસન્ન થયો.