પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
બીરબલ વિનોદ.

બોલતાં આવડે છે?” છોકરીએ જવાબ દીધો “સાહેબ ! થોડું ઘણું આવડે છે.”

બાદશાહે કહ્યું “થોડું ઘણું તે શું?” છોકરી બોલી “ મારા કરતાં જેઓ મોટા છે તેમને જેવું બોલતાં આવડે છે તેમનાથી થોડું અને મારા કરતાં નાનાઓને બોલતાં નથી આવડતું તેમના કરતાં વધારે એટલે થોડું ઘણું"

આટલી નાની વયની છોકરીની આવી હુશીયારી જોઈ બાદશાહ આનંદ પામ્યો અને એક કીમતી પોષાક તે છોકરીને પહેરાવ્યો.

વાર્તા ૩૭.

આપનારનો હાથ નીચો.

એક દિવસે આનંદને વખતે બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ ! એક માણસ બીજા માણસને કાંઈ આપે ત્યારે આપનારને હાથ ઉપર અને લેનારનો હાથ નીચે એમ હોય છે, પણ કોઈવાર એથી ઉલટું બની શકે ?”

બીરબલે ઝટ દઈ ‘હા’ પાડી એટલે બાદશાહે કહ્યું “એ કેવી રીતે ? તે મને સમજાવ.”

બીરબલ બોલ્યો “જહાંપનાહ! તપકીર આપતી વેળાયે આપનારનો હાથ નીચે હોય છે અને લેનારનો હાથ ઉપર.”

બીરબલની હાઝર જવાબીથી બાદશાહ બહુજ ખુશ થયો.