પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
રાત્રિ દિવસ કોણ રળે?

વાર્તા ૩૪.

રાત્રિ દિવસ કોણ રળે ?

એક પ્રસંગે બીરબલને બાદશાહે એવો પ્રશ્ન કર્યો કે “બીરબલ ! જેને કોઈ કાળે પણ વિસામો લેવાનો વખત આવતોજ નથી એવી કઈ વસ્તુ છે?”

બીરબલે તત્કાળ જવાબ આપ્યો કે “ જહાંપનાહ ! શાહુકારનું વ્યાજ, કે જેને રાતે કે દિવસે વિશ્રાંતિ મળતી નથી અને હરવખત તે રળ્યાજ કરે છે.

વાર્તા ૩૫.

સ્વર્ગ અને નર્કના અધિકારી.

એક પ્રસંગે બાદશાહે પૂછયું “બીરબલ ! સ્વર્ગમાં કોણ જાય છે અને નર્કને કોણ પ્રાપ્ત કરે છે?” બીર- બલે તરતજ જવાબ આપ્યો “નામદાર ! જેના મૂવા પછી લોકો તેના વખાણ કરે તે સ્વર્ગે જાય અને જેની નિંદા થાય તે નર્કમાં જાય.”

આવો સચોટ ઉત્તર સાંભળી બાદશાહ અત્યંત પ્રસન્ન થયો.

વાર્તા ૩૬.

થોડું ઘણું..


એક દિવસ બાદશાહ ખાનગી દીવાનખાનામાં બેઠો હતો, તેવામાં બીરબલ પોતાની પાંચ વર્ષની છોકરી સાથે ત્યાં દાખલ થયો. બાદશાહને સલામ બજાવ્યા પછી બીરબલ બેઠો એટલે બાદશાહે છોકરીને પૂછ્યું “દીકરી ! તને