પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
બીરબલ વિનોદ.

અર્થાત્ ઉદ્યમથી લક્ષ્મી મળે, દ્રવ્ય માન અપાવે; પરંતુ આ જગત્‌માં દુર્લભ પારસ તો સુજાણ મિત્રનેજ કહી શકાય.

ઈરાની શાહઝાદો એ જવાબ સાંભળી બોલ્યો “ ખચિત્ આપે સત્ય કહ્યું.”






વાર્તા ૭૩.

જેવું કર્મ તેવું ફળ..

બાદશાહે એક પ્રસંગે બીરબલ જોડે સંસારિક વિષયો ઉપર વાર્તાલાપ કરતાં પૂછ્યું “બીરબલ ! સંસારમાં કોઈ રાજા મહારાજા અને ધનવાન છે તેમજ કોઈ ગરીબ મુફલિસ કંગાલ છે, એનું શું કારણ?”

બીરબલે ઉત્તર આપતાં કહ્યું “નામદાર ! એતો:-

રામ ઝરોખે બેઠકે, સબકા મુજરા લેત;
જેસી જાકી ચાકરી, વેસા વાકો દેત.

આ દુહો સાંભળી તેમજ તેના ગંભીર આશયને જાણી બાદશાહ બહુજ ખુશ થયો.

વાર્તા ૭૪.

ઉત્તમ જળ કઈ નદીનું.

એક દિવસ બાદશાહ અને બીરબલ બન્ને મહેલની અગાસી ઉપર ઉભા હતા. યમુના નદિનાં મોજાં કિલ્લાની દિવાલ સાથે ટક્કરો લેતાં હતાં. એ જોઈ બાદશાહે પૂછ્યું “બીરબલ ! કઈ નદીનું જળ ઉત્તમ છે?” બીરબલે કહ્યું યમુનાનું.” આથી બાદશાહે પુછ્યું “ભાઈ તારા, ધર્મમાં તો ગંગાજળનો મહિમા ગવાયો છે, તો પછી તું