પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
આખરે ધૂળની ધૂળ.

કરી. બીરબલે જે પેટીમાંથી આભુષણો ચોરી ગયા હતા. તે પેટી આગળ કાન ધર્યા અને થોડીવારે બોલી ઉઠ્યો “ જહાંપનાહ ! આ પેટી એવું કહે છે કે છે " ચોરકી ડાઢીમેં તિનકા.” બીરબલ વાક્ય પુરૂં કરે તે પહેલાં તો ત્યાં ઉભેલા ખ્વાજાસરા અને ગુલામોમાંથી એકે ગભરાઈને ઝટ પોતાની ડાઢી ઉપર હાથ ફેરવ્યો. બીરબલે તેને પકડી પાડી ખૂબ ધમકાવ્યો અને બે ચાર ફટકા પણ લગાવી દીધા એટલે તેણે અપરાધ કબુલ કર્યો અને આભુષણો લાવી આપ્યાં.

વાર્તા ૭૮.

આખરે ધૂળની ધૂળ.

એક સમયે બાદશાહ બીરબલને સાથે લઈ નગરની બહાર ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં એક જુના કબ્રસ્તાન આગળ બન્ને આવી પહોંચ્યા, એટલે બાદશાહે કબ્રસ્તાનમાં જઈ ફાતિહા પઢવાની ઇચ્છા પ્રદર્શિત કરી. બન્ને જણ કબ્રસ્તાનમાં દાખલ થયા એવામાં બાદશાહની નઝર એક ભાંગેલી કબર ઉપર પડી તો અંદર એક મૃત ક્લેવરના જેવું હાડપિંજર દેખાતું હતું. બાદશાહે હેરત પામીને તે હાડપિંજરને હાથ લગાડ્યો એટલે તે ભાંગીને ભૂકો થઈ ગયું. એ ઉપરથી બાદશાહે એક શએર (કવિતાની એક ટુંક) ગાયું કે

બહોત લોગ એસે થે જીનકા હમેશા,
સીમીં બદન થા મોઅત્તર કફન થા.