પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
બીરબલ વિનોદ.

બીરબલે તરતજ તેના ઉત્તર રૂપે શએર કહ્યો કે: –

જો કબ્ર ઉનકી ખોદી તો યે હાલ દેખા,
ન તારે કફન થા ન અઝવે બદન થા.

વાર્તા ૭૯.

કાલી કે નેઅમત?!.

એક સમયે બાદશાહ અને બીરઅલ બંને ઘોડાપર બેસી જમના કિનારે ફસ્તા હતા. એવામાં બાદશાહની નઝર એક કુતરા ઉપર પડી, જે ઘણા દિવસની સુકી ગયેલી રોટલીનો કાળો પડી, ગયેલો કકડો ખાતો હતો. બાદશાહને મશ્કરી (મસ્ખરી) કરવાનું મન થઈ આવતાં, તેણે યુક્તિ દોડાવી કહ્યું “બીરબલ ! કુત્તા કાલીકો ખાતા હૈ.” બીરબલ બાદશાહની યુક્તિને કળી ગયો. કેમકે તેની માતાનું નામ કાલી હોવાથી બાદશાહે આવું વાક્ય ઉચ્ચાર્યું હતું. બીરબલે પાંચ દસ સેકન્ડ વિચાર કર્યા બાદ કહ્યું “જી હાં, બંદાપરવર ! હે તો કાલી લેકિન ઉસ્કે દિલસે તે નેઅમત હે !!"

બીરબલે આપેલા ઉત્તરથી બાદશાહ ઝંખવાણો પડી ગયો, કેમકે તેની માતુશ્રીનું ઉપનામ ' નેઅમત બાનુ' હતું.

વાર્તા ૮૦.

કબુતરનું કૌતુક.

એક દિવસે બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ ! તું ખેતરમાં ગયો હતો, ત્યાં જે કૌતુક જોવામાં આવ્યું તેનું વર્ણન કહી સંભળાવ.”