પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
મા લાદે, બહેન દો.

ત્યાં બીરબલ આવી પહોંચ્યો. થોડીવાર આમ તેમની વાતો કર્યા પછી બીરબલે બાદશાહને પૂછ્યું “હુઝૂર ! સૂર્ય પશ્ચિમમાં કેમ સંતાય છે ?”

બાદશાહે કહ્યું “ એ પ્રશ્ન તો કોઈ મૂર્ખ પાસે જઈને કરજે.”

બીરબલ તરતજ બોલી ઉઠ્યો “જહાંપનાહ ! ત્યારે જ તો આપને પૂછું છું.”

બાદશાહ મનમાં સમજી ગયો કે, બીરબલે તેને બનાવ્યો, છતાં તેની ઘણીજ પ્રશંસા કરી ભારે ઈનામ આપ્યું.

વાર્તા ૧૧૩.

મા લાદે, બહેન દો.

એક પ્રસંગે બાદશાહ અને બીરબલ યમુના તટપર હવા ખાતા બેઠા હતા. એવામાં બાદશાહની નઝર પાણીમાં તણાતી માળા ઉપર પડી. તેણે બીરબલને તે માળા બતાવી કહ્યું “બીરબલ ! માલા દે (માળા આ૫).”

બીરબલે વિનોદ કરતાં કહ્યું “પૃથ્વિનાથ ! બહેને દો. ( વહી જવા દો) .”

(આ સ્થળે બન્ને વાક્યોનાં બે અર્થ થઈ શકે છે. એક તો સાધારણ છે અને બીજો અર્થ વિનોદ તરીકે એ થાય છે કે બાદશાહે કહ્યું કે “મા લાવી આપ” ત્યારે બીરબલે તેના જવાબમાં કહ્યું “બ્હેન આપો.”)