પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
બીરબલ વિનોદ.

બે ચાર વખત સાંભળ્યા પછી જાટથી ન રહેવાયું. તેણે કહ્યું “સાહેબ ! આપ ઝબાન સંભાલ કર બોલેં. જેસે આપ મુઝસે માકૂલ માફૂલ કહેતે હૈ, વેસે હી અગર મેં આપસે બહિન-બહેન કૂલ બહેન કૂલ કહું તો કેસી લડાઈ હોગી ?”

બીરબલ એ મૂર્ખની આ વાત સાંભળી ચુપ થઈ ગયો.

વાર્તા ૧૨૦.

અજબ મસ્ખરી.


એક દિવસ બાદશાહ સીડી ઉપર ચઢતો હતો. એવામાં તેને કાંઈક ખ્યાલ આવતાં બીરબલને કહ્યું “જો મ્હને છેલ્લે પગથીયે પહોંચતા સુધીમાં નહીં હસાવો તે ગરદન મારવાનો હુકમ આપીશ.”

આ સાંભળી બીરબલે બાદશાહને હસાવવાના અનેક ઉપાયો કર્યા, પણ બાદશાહે મનપર ઘણોજ કાબુ રાખ્યો. એટલે છેવટે બીરબલે અકળાઈને કહ્યું “શું, હવે આગળ રહીને મરાવશો ?”

બાદશાહ આ દ્વિઅર્થી વિનોદપૂર્ણ ઉત્તર સાંભળી ખડખડાટ હસવા લાગ્યો.

વાર્તા ૧૨૧.

એકાદશી વ્રત.

એક દિવસ એકાદશીનું વ્રત હતું. બીરબલે બાદશાહને કહેવડાવી મોકલ્યું કે “આજે હું દર્બારમાં નહીં આવું.”