પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ર૨

ગણતો નથી, છતાં આપથી છુટા પડવાથી હું આપની કોઇ મહાન સેવા બજાવી શકતો હોઉં તો તે મારે માટે અધિક આનંદદાયક થઈ પડશે. ” મારા ઉત્તરમાં બાદશાહે કહ્યું કે “ આ વેળા ઘણા બહાદુર સિપાહીયો સાથે તમનેજ મોકલવામાં આવશે. પરંતુ જે દિવસ લડાઇ ઉપર જવાનો નિયત થયો હતો, તેના ત્રીજે પહોરે બાદશાહે બીરબલના અને મારા નામની ચીઠ્ઠીયો નાંખી એટલે રાજા બીરબલને જવાનું ઠર્યું. અમે બન્ને આ વાતથી ઉદાસ થયા. રાજાને માહે સફરની તા. ૧૦ મી (માઘ શુક્લ ૧૨ શુક્રવાર ) એ વિદાય થવાનું ફરમાન થયું. રાજા સાથે કાસમખાં, દાબેગ, હમદ બેગ, ખાજા હિસામુદીન, તાશબેગ વગેરેને પણ જવાનો હુકમ થયો. પ્રાતઃકાળમાં શિકાર કરી પાછા ફરતી વેળા બાદશાહે રાજાના તંબુમાં દાખલ થઈ રાજા ઉપર ઘણીજ કૃપા દર્શાવી."*[૧]

રાજાએ સ્વાદ પહોંચી પઠાણોને સારી પેઠે હરાવ્યા. જે આધીન થયો તેને અસલી જગ્યાએથી હઠાવી બીજે સ્થળે વસાવ્યો અને જેણે મુકાબલો કર્યો તેને તલવારને બળે પાંસરો કર્યો.

પઠાણો પાસે માત્ર એક કારાકુઈનો ઘાટ બાકી રહ્યો હતો, જેને સર કરવા ઝે;;;નખાને બાદશાહ પાસે વધુ સેનાની સ્હાય માગી. બાદશાહે બીરબલના કુચ કર્યાને નવમે દિવસે હકીમ બુલફત્હને મોકલ્યો. બીરબલ અને કોકાને અગાઉથી જ અંદરખાને દ્વેષ હતો, એજ પ્રમાણે કીમ અને બીરબલને પણ અણબનાવ હતો. બાદશાહની કૃપા પોતા કરતાં બીજા પર વધુ જોઈ ઇર્ષ્યાગ્નિમાં બળી મરતા, એટલે પછી એ ત્રણે એકઠા થતાં બધું ઊંધું વળે એમાં શી નવાઈ !

રાજા પોતાના સાથીને કહ્યા કરતો કે “હવે આપણો સમય બદલાયો છે. મને તો એમ લાગે છે કે કોકા અને કીમની સાથે સાથે આ રક્તના તરસ્યા જંગલો અને પર્વતોમાં આથડવું પડશે, જોઈશું કે પરિણામ શું આવે છે. ”


  1. *કબાલનામા ઉપરથી.