પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
કોણ જીતશે?

આ ઉત્તર સાંભળી સુલ્તાન બહુજ ખુશ થયો અને બીરબલને “ દરીયાએ અકલ” (બુદ્ધિનો સાગર)ની ઉપાધિથી વિભૂષિત કર્યો. ત્યાર પછી ઘણા દિવસ સુધી તેને મહેમાન રાખ્યો અને પછી ઘણુંજ દ્રવ્ય આપી હીંદુસ્થાન તરફ રવાના કર્યો.

વાર્તા ૧૩૯.
કોણ જીતશે?

એક સમયે લડાઈપર જતી વખતે બાદશાહે બીરબલને પુછયું “કેમ, બીરબલ! અમે જીતીશું કે હારીશું ?”

બીરબલે કહ્યું “પૃથ્વિનાથ ! એનો ઉત્તર રણભૂમિમાં આપીશ."

જ્યારે સંગ્રામભૂમિમાં પહોંચ્યા, ત્યારે બીરબલે બાદશાહને કહ્યું “ હુઝૂર ! આપની જીત થશે.”

બાદશાહે પૂછયું “કેવી રીતે ? ” બીરબલ બોલ્યો "ધર્માવતાર ! સાંભળો. શત્રુ હાથીપર સ્વાર થઈને આવ્યો છે, અને હાથી અપશુકનયોી છે, પોતાને માથે ધૂળ નાખે છે અને આપ ઘોડા પર બેઠા છો જે ગાઝીમર્દ કહેવાય છે. એટલે આપનો વિજય અવશ્ય છે."

આ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો અને બીરબલના કથનાનુસાર સંગ્રામમાં વિજય પ્રાપ્તી થતાં તેને ભારે મૂલ્યવાન પારિતોષિક આપ્યું.