પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
બીરબલ વિનોદ.

આવેલા છીએ અને વળી જંગલમાં પડ્યા છીયે, માટે વારાફરતી આપણામાંના અકેકે પહેરો ભરવો જોઈએ.”

બીરબલની એ વાત તાનસેને પણ કબુલ કરી અને પ્રથમ જાગવાનું પણ તેણે જ કબુલ્યું. બીરબલ સૂઈ રહેવાની તૈયારી કરતો હતો, એવામાં ત્યાંથી એક ગામડીયો પસાર થતો હતો, એણે એમને દૂરથી જોયા એટલે પાસે આવી કહેવા લાગ્યો “ભાઈ ! તમે પરદેશી હોય એમ દેખાવ ઉપરથી જણાય છે. તમે મહેરબાની કરીને અહીં જ પાસે આવેલી મ્હારી ઝુંપડીમાં આવી નિરાંતે સૂઈ રહો. અહીંયાં વાઘની ધાસ્તી ઘણી છે, માટે અહીંયાં સૂઈ રહેવું યોગ્ય નથી.”

તાનસેનને તો એટલું જ જોઈતું હતું, પણ બીરબલે લગાર આનાકાની કરવા માંડી. પણ પેલા ગામીયાએ દયા લાવી–પોતાની ગામડીયા ઉદારતાને વશ થઈ–ઘણા કાલાવાલા કર્યાથી બીરબલે પણ જવાનું કબુલ કર્યું, અને બંનેએ સરસામાન ઉપાડી લીધો; ગામડિયાએ પણ તેમની મજુરીમાં ભાગ પડાવ્યો. થોડીજવારમાં પેલા ગામડીયાની ઝુંપડી આવી પહોંચી, ઘોડાઓને વાડામાં છોડી તે બન્નેને ઝુંપડીમાં લઈ ગયો, અને નિરાંતે સૂવાડ્યા. સ્હવારમાં ઉઠી બન્ને જણે જવાની તૈયારી કરી, પણ ગામડીયા લોકોની મહેમાનદારી લૂખી ન હોય, “ખાઈપીને જાવ” એવો આગ્રહ થયો, એટલે રોકાયા. પેલા બીચારા ગરીબ ગામડીયાએ ગામડામાં મળતી બધી સારી સારી ચીજો રાંધી હતી, તેણે ઘણા જ પ્રેમપૂર્વક અને અજ્ઞાત મહેમાનોને જમાડ્યા. તે વખતે તેની મુખમુદ્રા ઉપર વિચિત્ર પ્રકારનો આનંદ વિલસી રહ્યો હતો. ખરેખર, ગામડાના લોકો હજુ સુધી પણ મહેમાનદારીના