પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
બીરબલ અને તાનસેનની પરિક્ષા.


પદ્વિને પણ યોગ્ય નથી. એ મ્હને શું કરી શકે એમ છે ?!! જો તમે અત્યારે જ નહીં ચાલ્યા જાવ, તો મ્હારા સીપાહીઓ તમને બળાત્કારે પણ નગરમાંથી કાઢી મૂકશે.”

બીરબલ બોલ્યો “મહારાજ ! જ્યારે આપ નામદારની એવી જ ઈચ્છા છે તો, અમારો કાંઈ ઉપાય નથી. પણ જો અમે દિલ્હી પાછા જઈશું તો બાદશાહ અમારા પર રોષે ભરાશે. પરંતુ, જ્યારે આપ નાજ પાડો છો એટલે નિરાશ થઈને પાછા ફર્યા વગર છૂટકોજ નથી !!” એમ કહી જાણે પોતાને કેટલુંક નુકશાન થયું હોય તેમ ભારે ખેદ દર્શાવી રાજાની રજા લઈ બન્ને જણ દિલ્હી તરફ રવાના થઈ ગયા.

મંજલો કાપતા તેઓ જ્યારે દિલ્હી પહોંચ્યા, ત્યારે દરબારનો વખત થયેલો હોવાથી ઘેર જવાને બદલે સીધા દરબારમાં જ ગયા. બાદશાહે તેમને ભારે આવકાર દઈ બેસાડ્યા પછી ત્યાં શું બન્યું તે પૂછયું. તાનસેન બોલી ઉઠ્યો “ હુઝૂર! જો બીરબલ ન હોત અને કોઈ બીજો સાથે હોત તો આજે અહીં આપની સેવામાં પાછા આવી શક્યા ન હોત. બીરબલના અપૂર્વ બુદ્ધિ કૌશલ્યના યોગે આપનાં દર્શન પાછા કરવાનું ભાગ્ય પામી શક્યા છીએ. નહીં તો, ત્યાંજ સો વર્ષ પૂરાં થઇ ચુક્યાં હોત.” એમ કહી તેણે ત્યાં બનેલી બધી વાત કહી સંભળાવી. પછી બાદશાહે બીરબલના વિરોધી સરદારોને સંબોધી કહ્યું “મ્હેં તમને એ દિવસેજ કહ્યું હતું કે બેમાંથી વધુ હુશિયાર કોણ છે, તેનો સાક્ષાત્કાર કરાવી આપીશ. એ કદાચ તમને યાદ જ હશે ?! લ્યો, જુઓ ! તમારો માનીતો