પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
અંધ, નાક, મણી, ખાટ, વાટ.


બાદશાહે ઘણી જ આનાકાની પછી હા પાડી એટલે બીરબલે કાર્ય માટે જોઈતો ખર્ચ માંગી લીધો અને સાથે જ બાદશાહને હાથે એક પત્ર એવી મતલબનો લખાવી લીધો, કે “મારો દીવાન આપે માગેલી પાંચે વસ્તુઓ લઈને આવ્યો છે, તે તપાસી લઈ પહેાંચ લખશો.”

બીરબલ બીજે જ દિવસે લંકા તરફ રવાના થઈ ગયો. ત્યાં પહોંચતાં એક મ્હોટા મ્હેલ જેવો મકાન ભાડે રાખી લીધો અને ત્યાંના રીત, રિવાજ, લોકોની સ્થિતિ વગેરે બાબતોનો તેણે એક મહીનામાંજ ઘણો જ સારો અનુભવ મેળવી લીધો. શહેરમાં તે ભારે ઠાઠમાઠથી ફરતો એટલે સૌનું ધ્યાન તેના પ્રત્યે આકર્ષતું. ધીમે ધીમે તેણે ત્યાંના અમીર ઉમરાવોને મીઝબાનીયો વગેરે આપી પોતાના મિત્ર બનાવ્યા. પોતે કાશ્મીરના રાજાનો દીવાન છે એમ તેણે ઝાહેર કરેલું હોવાથી બધા તેના પ્રત્યે માન ધરાવતા હતા.

એકાદ મહીનો બીજો ગાળ્યા બાદ એક દિવસ સાદો પોષાક પહેરી, બે ચાર સીપાહીયોને સાથે લઈ તે દયારામ નામના એક શાહુકારને ત્યાં ગયો. દયારામની પેઢી તેના પૂર્વજોના વખતથી જ ઘણી પ્રખ્યાત હતી એટલે તેની આખા રાજ્યમાં સારી આંટ હતી. દયારામે બીરબલને ઘણા જ સન્માન પૂર્વક બેસાડ્યો અને ઘણાજ વિવેકથી તેને આવવાનું પ્રયોજન પૂછ્યું. બીરબલે તેના પ્રત્યુત્તરમાં કહ્યું “શેઠજી ! અમે પરદેશી-દૂર દેશના રહેવાશી-છીયે. હું કાશ્મીર નૃપનો પ્રધાન છું અને રાજાને કામે લંકાપતિ પાસે આવેલો છું. અમારો બાદશાહ તમારા રાજાના કુંવર જોડે પોતાની કન્યાનું વેવિશાળ કરવા માંગે છે. તમારા