પૃષ્ઠ:Birbal Vinod.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પાછળથી પણ ઘડી કાઢી બીરબલના નામથી ઠોકી બેસાડવામાં આવેલી છે. એ બધું છતાં એમાં પશુ ઉપદેશ અને વાક્‌છાતુર્યનો અશ પ્રધાન હોવાથી તે વાર્તાઓને પણ આ પુસ્તકમાં સ્થાન અપાયું છે.

અત્યારસુધી મ્હેં અનેક ઇસ્લામી માસિકોમાં લેખો લખીને તેમજ મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી ઈસ્લામી અઠવાડિક પત્રો 'ઇન્સાફ” અને “ખિલાફત” ના અનુક્રમે ઉપતંત્રી તરીકે સાહિત્ય તેમજ ઇસ્લામી કોમની થોડી ઘણી સેવા બજાવી હતી. પરંતુ શેઠ ગોવિંદ મહાદેવ જાગુષ્ટેની અનુકંપાથી આજે સમસ્ત ગુર્જર જનસમાજની સેવા બજાવવાનું ભાગ્ય પ્રાપ્ત થયાથી, હું મ્હને પોતાને મહાભાગ્યશાળી માનું છે.

હું ગુજરાતી ભાષાનો મ્હોટો સાક્ષર નથી અથવા એ મ્હારી માતૃભાષા નથી, કે જેથી કરીને જોઈએ તેટલી ભાષાની શુદ્ધતા આ પુસ્તકમાં આણી શકું. તેમજ વળી અનેક ત્રુટી પણ રહી જવાનો દરેક સંભવ છે એટલે વાંચકો પાસેથી એ માટે પ્રથમથીજ ક્ષમા યાચી લઉં છું. આશા છે કે વાંચક તરફથી એટલી ઉદારતા દેખા- ડવામાં સ્હેજ પણ કૃપણતા નહીં બતાવવામાં આવે.

અંતે આ પુસ્તક રચવાની મ્હને શક્તિ પ્રદાન કરનાર તે પરમકૃપાળુ પરમાત્માની અનન્ય ભાવે પ્રાર્થના કરી અહીંજ વિરમું છું.

ઢાલગરવાડા, એહમદઆબાદ

(અમદાવાદ)

વિનિત,
બદ્ર નિઝામી-રાહતી.