પૃષ્ઠ:Birbal Vinod.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
ફરિયાદ! ફરિયાદ! ફરિયાદ!


બાદશાહે અભયવચન આપતાં તેણે કહ્યું “નામદાર: –

દુહો.

જો પૂછો સચ બાત તો, સાચે મેં કહા શોર;
સુનિયે શાહ સુલ્તાન તુમ, આપહિ મેરા ચોર,

સ્વાભાવિક રીતે જેવી અસર એ દુહાની થવી જોઈયે એવીજ અસર બાદશાહ ઉપર થઈ, તે ક્રોધથી રાતેાચોળ બની ગયો, તલવાર ઉપર હાથ ગયો. બાદશાહના અંગર- ક્ષકો પણ હુકમની જ વાટ જોવા લાગ્યા. પણ બાદશાહને આપેલા વચનનો ખ્યાલ આવતાં તલવાર પરથી હાથ ખસ્યો, ક્રોધ મનમાં જ સમાયો. બાદશાહે ધાર્યું કે “એ સાધુ ગાંડો હશે, નહીં તો એવું બકેજ કેમ? પણ તેનું બોલવું ગાંડા જેવું ન હતું,' એટલે ખાત્રી કરવા બાદશાહે પૂછયું “સાધુજી! તમને લાખ ટકાનો હીરો ક્યાંથી જડયો હતો ? અને મેં તે કયારે છીનવી લીધો?

બીરબલે વિચાર્યું કે આ વખતજ ખરું ચાતુર્ય દેખ- ડવાનો છે, તેથી તે બહારથી જે ગાંડપણ દેખાડતો હતો તેનો તેણે ત્યાગ કર્યો અને રાજદરબારી વિનય વિવેક વાપ- રવા માંડ્યો, બાદશાહ સ્હામે ઘૂંટણીએ પડી હાથ જોડીને તે બોલ્યો “જહાંપનાહ ! મેં આપને જે કાંઈ કહ્યું તે સત્ય જ કહ્યું છે. આપની આગળ જુઠું કોણ બોલી શકે? આપ જાણો છો, કે હીરા જુદી જુદી જાતના હોય છે: —

દુહો.

જવહરીકા હીરા હીરા, કવિકા હીરા કવન,
તરૂની હીરા તન અરૂ, પદ્મની મન પાવન.

એવો જે એક મારા લાયકનો હીરો મારી પાસે હતો.