પૃષ્ઠ:Birbal Vinod.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
બીરબલ વિનોદ.


પણ આપની આજ્ઞાથી ચાલે અને લક્ષ્મી જેવી ચંચલ વસ્તુ પણ જડ થઈ જાય. આપનો હુકમ સર્વમાન્ય છે એવા પ્રકારની આ કવિતામાં આપની સ્તુતિ કરાઈ છે.”

એક મુલ્લાં સાહેબને સંસ્કૃત અને હીંદી ભાષા પ્રત્યે કટ્ટો વેર હતો, એ તો બસ ફારસી અને અરબી ભાષામાંજ બોલવાનું પસંદ કરતા એટલે ફયઝી જેવા શાઈરને મોઢે હીંદી કવિતા સાંભળતાં જ તે ચીડાઈ જઈ બોલી ઉઠ્યા આવા ફારસી અને અરબીના ઉસ્તાદ કહેવાતા શાઇર હીંદી જેવી ફીકી ભાષામાં કવિતા કરે એતો હદ થઈ ! ખેર, પરંતુ એમાંયે વળી સંસ્કૃત ભાષાના શબ્દો વાપરવાની શી જરૂર હતી? તેમજ જલજા એવા શબ્દો શા માટે જોઈએ? શું આ દરબારમાંના બધા દરબારીયો એ શબ્દોનો અર્થ સમજ્યા છે? બોલો જોઇએ ?”

આ સાંભળીને કેટલાક દરબારીયોએ પોતાની નજર ફેરવી લીધી, તેમના મનમાં બ્હીક હતી કે, રખેને કદાચ એ શબ્દનો અર્થ પૂછવામાં આવતાં અજ્ઞાનતા જાહેર થઈ જાય, બીરબલ કાંઈ એથી ગભરાય એવો ન હતો, તેણે ધાર્યું કે લગાર દબારને હસાવવાનો ઠીક લાગ મળ્યો છે એથી તે બોલ્યો “જહાંપનાહ ! મુલ્લાં સાહેબને સ્હેજ પણ વિચાર નથી. જલજા શબ્દનો અર્થ પોતાને ન આવડે એ બીજાઓને પણ અજ્ઞાન ગણી કાઢે છે ? ! જલજા એટલે પાણીમાંથી ઉત્પન્ન થયેલું અને લક્ષ્મી પાણીમાંથી ઉત્પન્ન થઈ છે એથી તેને જલજા કહેવામાં આવે છે અને એથી જ તે ચંચલ છે. મુલ્લાં સાહેબ ! લગાર વિચાર કરીને વાત કરો.”

મૂલ્લાં સાહેબે તો આ જવાબ સાંભળીને માથુજ નમાવી