પૃષ્ઠ:Birbal Vinod.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
એક ગધેડાનો બોજો ,

વાર્તા ૧૧.

પીર, બબર્ચી, ભિશ્તી, ખર.

એક પ્રસંગે આદશાહે બીરબલને કહ્યું :–

લા કોઈ ધીરન એસા નર, પીર, બબર્ચી ભિશ્તી, ખર.

એ સાંભળતાંજ બીરબલે શહેરમાંથી એક બ્રાહ્મણને પકડી લાવી હાજર કર્યો, અને કહ્યું “ હુઝૂર ! આ બ્રાહ્મણ જગદ્ગુરૂ હોવાથી પીર છે, બધા માણસો એના હાથે રાંધેલી રસોઈ જમે છે એટલે બબર્ચી પણ એજ અને પાણી પાવાને કારણે એ ભિશ્તી પણ કહેવાય તથા મુસાફરીએ જતાં એજ મહારાજને માથે બોજો મૂકવામાં આવે છે એટલે ખર (ગધેડો) પણ ખરો. જુઓ, એ ચારે ગુણો એમાં રહેલા છે કે નહીં?"

બાદશાહે તે વાત મંજૂર રાખી બીરબલને ભારે સરપાવ આપ્યો.


વાર્તા ૧૨.

એક ગધેડાનો બોજો.

એક દિવસે ઉનાળાની ઋતુમાં બાદશાહ અને બીરબલ પ્રાતઃકાલના સમયે વાયુ વિહાર માટે ગયા હતા. જ્યારે સૂર્યોદય થયો અને ગરમી કાંઈક વધારે લાગી એટલે બાદશાહે બીરબલને કહ્યું “ અત્યારે ગરમી વધારે લાગે છે, માટે મારો આ ઝબ્બો તું ઉપાડી લે.” બીરબલે ઝબ્બો ખભાપર નાંખી લીધો. થોડે દૂર પહોંચ્યા બાદ બાદશાહે કહ્યું “બીરબલ ! અત્યારે તારી ઉપર કેટલો