પૃષ્ઠ:Birbal Vinod.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
બીરબલ વિનોદ.

મેઘનકોં રાખે ઠેરા, તખ્તકા લુટાવે ડેરા,
મનકા સંભારે ફેરા, એસો નર ભાટ હેં.

બીરબલે કહ્યું “શાબાશ ! બારોટજી, શાબાશ ! ! ખૂબ કરી !?”

બાદશાહ પણ ઘણોજ ખુશ થયો અને બીજો સરપાવ આપવા હુકમ કર્યો.

વાર્તા ૧૮.

ઇંદ્ર મોટો કે હું?

એક દિવસે બાદશાહ સૌ કરતાં વહેલો આવીને દરબારમાં બેઠો અને જે કોઈ દરબારી આવે તેને સવાલ કરતે “ઈંદ્ર મોટો કે હું” પણ કોઈ તેને જવાબ આપી ન શક્યો. તેમણે વિચાર્યું કે ‘જો ઈંદ્રને મોટો કહીશું તો બાદશાહ ગુસ્સે થશે અને જો બાદશાહને મોટો કહીશું તો તે કેવી રીતે મોટો છે તે સમજાવવું પડશે.’ આખરે બીરબલ દરબારમાં આવ્યો એટલે બાદશાહે તેને પણ એ સવાલ કર્યો. બીરબલે તરત જ હાથ જોડીને કહ્યું “નામવર ! આપ ઈંદ્રથી મોટા.” બાદશાહ બોલ્યો “ અરે, બીરબલ ! હું ઈંદ્રથી મોટો શી રીતે કહેવાઉં ?” બીરબલે કહ્યું “ જહાંપનાહ ! સૃષ્ટિના કર્તા બ્રહ્માએ સૌથી પ્રથમ ઇંદ્રનું અને આપનું પુતળું પેદા કર્યું અને બેમાંથી મોટો કોણ એ જોવા માટે એક મોટા ત્રાજવાના અકેક પલ્લામાં એક એક પુતળું મૂક્યું, ત્યારે ઇંદ્રથી તમે વજનમાં વધ્યા અને તમારું પલ્લું નીચે આવ્યું અને ઈંદ્રનું પલ્લું ઉંચુ ગયું. આપનું પલ્લું નીચે જમીન ઉપર આવવાથી આપને