પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા અઠાવનમી.
-૦:૦-
અકલ શું કરી શકતી નથી ?
-૦:૦-

વાત વીનોદ વીવેકીને, સમજી લેવાં સહેલ;

પણ સમશ્યામાં સમજી જવું, છેજ ઘણું મુશ્કેલ.

એક સમે શાહે બીરબલને કહ્યું કે,'હમણાં છે, પછી પણ છે. હમણાં છે ને પછી પણ નથી. હમણાં નથી, પણ પછી છે, ને હમણાં છે પણ પછી નથી. એ ચારે સવાલોના જવાબ આપો.' આનો બહુ વાર વીચાર કીધા પછી બીરબલે દરબારીઓની અજાયબી વચ્ચે બીરબલે કહ્યું કે, 'સરકાર ! એ ચાર સવાલમાંનો એક જવાબ તો આપની પાસે મોજુદ છે. પણ બીજા સવાલોના જવાબ મેળવવા માટે આપણે બંને નગરમાં જઇએ ત્યાં હું બાકીનાનો જવાબ આપીશ !' આ સાંભળી શાહને અજાયબી લાગી કે, એ ચાર સવાલોનો જવાબ કોઇથી અપાઈ શકવાનો જ નથી ? તેમ છતાં બીરબલની ચાલાકી જોવી કે એ કેવી રીતે સવાલોનું સમાધાન કરી બતાવે છે ?' એમ વીચારી શાહે બીરબલની વાત કબુલ રાખી. પછી બીરબલે શાહને કહ્યું કે, 'આપ યોગીનો વેશ ધારણ કરો અને હું આપનો ચેલો બનું. પછી જુઓ શહેરની ગમત ?' આ પ્રમાણે બંને જણ ગુરૂ ચેલા બની સાથે બે સમજુ બાળકોને લઇ એક શ્રીમંતની પેઢી ઉપર ગયા. તે શાહુકારને વેષધારી બીરબલે પોતાના ગુરૂ તરફ આંગળી કરી કહ્યું કે, 'શેઠજી ! આ મારા ગુરૂ છે, હું એમનો ચેલોછું. અમે બંનેએ આ ક્ષણભંગુર સંસારનો ત્યાગ કરી પરીબ્રહ્મ પરમાત્માનું ભજન કરવા વેરાગ લીધો છે. પરંતુ એક ઉપાધીને લીધે આપની પાસે આવ્યા છીએ. આપની ઉદારવૃતી, પરોપકાર બુદ્ધિ અને નમૃતા અવરણનીય પ્રકારની છે. એવી દેશ દેશાંતરમાં કીરતી ફેલાવાથી અમો આપની કાંઇક સહાયતા લેવાને આવ્યા છીએ.' આ પ્રમાણે ચેલાનું બોલવું સાંભળી શાહુકારે હાથ જોડીને કહ્યું કે, 'મહારાજ ! જો આપની ઉપાધી મારાથી દુર થઇ શકે એમ હોય તો સુખેથી આપ ફરમાવો.' ચેલાએ કહ્યું કે, આ હમારા ગુરૂનાં બે બાળક છે. તેમને ભણાવવા આ શહેરમાં રાખવાનો વીચાર છે. પરંતુ ધન વીના એ કામ પાર પડી શકે એમ નથી. એ