પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ત્રેસઠમી.
-૦:૦-
આ ચોર કે શાહુકાર !
-૦:૦-

એક સમે શાહે દરબારીઓ સમક્ષ રાજનીતિ માટે પોતાના વીચારો દર્શાવી રહ્યો હતો. એટલામાં હમજાનખાન નામના પઠાણે આવીને નમ્રતાપૂર્વક કહ્યું કે, સરકાર ! આપના નગરમાં ઠઠામલ નામનો એક મુલતાની વેપારી રહે છે તે વેપારીને આ ચાલતા અસાડ સુદી પુનેમની રાત્રે મોતીના પચીસ દાણાનો એક હાર દસ હજાર રૂપીઆની કીંમત આંકીને આપ્યો છે. મારી પાસેથી હાર લેતી વખતે શાહુકારે કહ્યું હતું કે તમે આવતી કાલે સહવારના બાર વાગે આવજો. જો તમારો હાર મને પસંદ પડશે તો તેની કીંમતના દસ હજાર રુપીઆ આપીશ અને નહીં પસંદ પડે તો તમારો હાર તમને પાછો આપીશ. અમારી બંનેની વચે થયેલી સરત મુજબ હું આજ તે શાહુકાર પાસે ઉઘરાણી કરવા ગયો. મને ઉઘરાણી કરતો જાણી તે શાહુકારે એકદમ આંખ ચઢાવી મારા અંગ ઉપર ધસી આવી, ધમકાવીને કહ્યું કે, જા, જા, કોને ગળે પડે છે ? કેવો માલ ને કેવી વાત ? કોણ જાણે છે- આમ ધમકાવીને શાહુકારે મને આંગણેથી હાંકી કાઢ્યો.'

બીરબલે પઠાણની સઘળી હકીકત સાંભળી લેઇને, બીરબલે પઠાણને પુછ્યું કે, 'જે વખતે તમે તે શાહુકારને મોતીનો હાર દીધો તે વખતે તેના ઘરમાં બીજા કોણ કોણ હતા ? અને તે મોતીનો હાર લઇને શાહુકારે કઇ જગોએ મુક્યો હતો, તે તમે જાણો છો ?' બીરબલના જવાબમાં તે પઠાણે કહ્યું કે, 'અહો ન્યાયની ખુબી જાણનાર બીરબલ? મોતીનો હાર આપતી વખતે શેઠની શેઠાણી શીવાય બીજું કોઇજ નહોતું. શેઠે શેઠાણીના હાથમાં મોતીનો હાર એક સાચા મોતીની પેટીમાં મુકવાને આપ્યો, શેઠાણીએ શેઠની પાસેથી કુંચીઓનો ઝુડો લઇ, તે પેટી ઉઘાડી પેટીમાં મુક્યો અને મને બીજા દીવસના બાર વાગે બોલાવ્યો.' આ સાંભળી બીરબલે પઠાણને કહ્યું કે, 'જે પેટીમાં તમારો હાર મુક્યો છે, તેનાજ જેવી એક પેટી બજારમાંથી લાવી મને આપો. પઠાણ તરત બજારમાં ગયો, અને મહામુસીબતથી તેવા આકારવાળી પેટી શોધી કાઢીને બીરબલને લાવી આપી. બીરબલે તરત પેટી લઇને તે પઠાણને એક બાજુએ સંતાડી મુક્યો.

બાદ ઠઠામલને બોલાવ્યો. અને તે ખરીદ કરેલી પેટી પોતાના ટેબલપર મુકી બીરબલે કચેરીમા પટાવાળાને કહ્યું કે, 'જે વખતે ઠઠામલ શેઠ કચેરીમાં આવે તે વખતે હું તને કહીશ કે આ પેટીની ચાવી મારી કનેથી ખોવાઇ ગઇ છે. અને તેમાં આ શાહુકારના અગત્યના પત્રો છે, તે તેમને દેવાના છે.માટે લુહારને બોલાવી લાવ, ત્યારે તું કહેજે કે એમ કરવાથી