પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કબુલ ન કરવાથી બીરબલે શેઠને બહુ સમજાવ્યા, પણ શેઠ તો એક ટળીને બે થાય નહીં. તેથી બીરબલે બંનેની જુબાની લીધી, પણ આ બેમાંથી સાચો કોણ તે ન્યાયી અદાલતમાં બતાવી આપવાને શેઠની શેઠાણીને અદાલતમાં બોલાવી. તેની સાક્ષી લેતાં બીરબલે શેઠાણીને પૂછ્યું કે ગઈ કાલે શેઠે તમને મોતીના ત્રીસ દાણા આપ્યા હતા, અને આજે મંગાવ્યા તો પચીશ કેમ મોકલ્યા ?' તેના જવાબમાં શેઠાણીએ કહ્યું કે, 'સાહેબ, શેઠ આપની પાસે મોજુદ છે, તેમ પઠાણ પણ હાજર છે, તેને પુછો કે, મને પચીશ કે ત્રીસ આપ્યા હતા.' એટલામાં શેઠ બોલવા જતા હતા. પણ તરત બીરબલે શેઠને વચમાં બોલતા અટકાવીને શેઠાણીને પુછ્યું કે, શેઠે ગઇ કાલે મોતીના દાણા પચીશ તમને આપેલા તે આજ કે બીજાં. શેઠાણીએ કહ્યું કે, હાજી તેજ આ છે, બીજા નથી.' આ સાંભળી બીરબલે તરત શેઠાણીને રજા આપી. પછી શેઠની ઉપર પારકો માલ હજમ કરી જવાનું તોહમત રાખી શીક્ષા કરી અને પઠાણને મોતીના દાણા આપી રજા દીધી.બીરબલનો આ અદ્દ્ત ઇન્સાફ જોઇ શાહ અને દરબારીઓ છક થઇ ગયા.


-૦-