પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ઓગણોતેરમી
-૦:૦-


અવગુણ ઉપર ગુણ
-૦:૦-

મનુષ્ય માત્રના અંગમાં, ગુણ અવગુણ કે નુર;
માતા તાતા મોશાળની અસર છે એજ જરૂર.

દીલ્લી શહેરમાં એક લક્ષ્મિચંદ નામનો સદગૃહસ્થ રહેતો હતો. તેની સદગુણ સંપન્ન સ્ત્રીનું મરણ થવાથી તેણે પુનઃલગ્ન કર્યું અને તે નવીન સ્ત્રીની સંગાથે સંસાર સુખ ભોગવતા એક સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત કર્યું.

સદરહુ શેઠની ગત થઇ ગયેલી સ્ત્રીના પણ બે પુત્ર હતા તેઓ પોતાના ધંધા રોજગારમાં આનંદમાન વિહાર કરતા હતા જ્યારે આ નવીન પરણેલી સ્ત્રીથી એક પુત્ર ઉત્પન્ન થયો અને તે પાંચ વર્ષનો થયો ત્યારે દુર્દેવના પ્રતાપે સ્વર્ગવાસ થયો તેથી નવી સ્ત્રીને પોતાના અને પોતાના બાળકના પોષણ માટે મોટા ઓરમાન છોકરાની ઓશીયાળ કરવી પડી. ઓરમાન છોકરાઓના મનમાં તો રાત્રી દીવસ નવીન સ્ત્રીના પુત્ર માટેની ખટક રહેતી હતી કે ( આ ક્યાં નકામું શાલ થઇ પડ્યું. પીતાએ મરતાં મરતાં પણ પીડામાં નાંખી ગયા છે પણ હજુ કાંઇ વાજુ વંઠ્યું નથી. ધીમે ધીમે વચમાં નડતા કાશલને કાઢી નાખશું ? આ પ્રમાણેનો નીચ વીચાર તેઓ ચલાવતા હતા. આવા નીચ વીચારવાળા ભાઈઓએ પોતાની ઓરમાન મા, અને ઓરમાન ભાઇને ખાવા પીવા સંબંધી દુઃખ પાડવા લાગ્યા. આ દુઃખ સહન ન થઇ શકવાથી ઓરમાન માએ પોતાની આગલી શોકના બંને છોકરાઓને કહ્યું કે, "વારંવાર તમને ખરચ માટે મહેનત આપવી એ મને ઠીક લાગતું નથી. માટે મારો ત્રીજો ભાગ મને આપો એટલે આપણી હમેશની તકરારનો અંત આવી જાય.' આ સાંભળી આગલી શોકના બંને છોકરાઓએ પોતાની ઓરમાન માને ધમકાવીને કહ્યું કે, 'અમારી મીલકતમાંથી તમને એક દમડીનો પણ ભાગ મળનાર નથી. અમારા પીતાના વીર્યથી પેદા થયેલો તમારો છોકરો નથી. તો પછી ભાગ શા માટે આપીએ ? બાપની બાયડી ધારીને, બાપની આબરૂને ખાતર જે કાંઇ ખરચ આપીએ તે લઈ ગુપચુપ બેસી રહો. છતાં પણ એમ ન માનતા પારકાઓની ઉશ્કેરણીથી કાંઇપણ ગડબડ સડબડ કરશો તો નાહક આબરૂથી ફજેત