પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થશો પણ કાંઇ લાભ થનાર નથી એ ખચીત જાણજો.' આ ચોખાચટ કલંક યુક્ત રોકડા શબ્દો સાંભળીને બાઇને બહુજ ખરાબ લાગ્યું ન્યાય વગર છુટકો થનાર નથી. ન્યાયની સોટી વગર આ છોકરાઓની આંખ ઉઘડનાર નથી. આ વીચાર કરીને તે બાઇએ અકબરની અદાલતમાં ફરીઆદ નોંધાવી. બ્રહ્માના સમયથી ચાલતું આવેલું અંધેર અકબરના અદલ રાજમાંથી કાંઇ તદન નાશ પામ્યું નહોતું. સામી પક્ષવાળાઓએ ધનની લાલચથી અમલદારને સમજાવી દાવો રદ કરાવ્યો. કહ્યું છે કે પૈસો શું કરી શકતો નથી ? જરકી મોહબત જરકે તાબે; જરકો જગમેં ખાર હૈ, જીસ જોયપે દેખો યારો, તો જરસે બેડા પાર હે ધન જોઇ મુનીવર ચળે, તરૂણી પસારે હાથ, કંથા વોહ ધન લાવજો, કો જીણરો નામ ગરથ. નાણાની તાનથી બાઇનો સાચો દાવો બરબાદ ગયો. અને ધનવાળા છોકરાઓનો ખોટો દાવો ખરો થયો. એક દમડી માટે હજારોનો ખરચ કરવા છતાં સ્વચ્છ ન્યાય મળતો નથી. નહાના તે મહોટા સુધી ખાઉં ખાઉં કરે છે. ખાધા વગર આગળ પગલું ભરવા દેજ નહીં. તો પછી ગરીબ બીચારાની શી તાકાત કે પોતાના દાવાની દાદ મેળવવાને ભાગશાળી બને. ગ્રંથ વગરનો નર નીમાણો કહેવાય છે. માટે જેની પાસે ટકા તેના સૌ સગા, પણ જેની પાસે નહીં ટકા, તો બેઠા જુવે ટગ ટગા ? ધન બીન બાપ કહે પુતતો કપુત ભયો, ધન બીન ભાઈ કહે બંધુ દુઃખદાઇ, ધન બીન નારી કહે નકટેસે કામ પડ્યો, ધન બીન સુશર કહે કીનકા જમાઇ હે, ધન બીન યાર દોસ્તદાર કહુ ન તજીએ, ધન બીન દુનિયામાં મુહકુ છીપાઇએ. કહે કવી બીકટરામ સુનહો દીન દયાળ ધન બીન મુડદેકું લકડી ન પાઇએ.

જ્યારે આ પ્રમાણેના સ્થીતિવાળી બાઇ નીરાશ થઇ, કાંઇ પણ દાદ ન લાગી ત્યારે ખુદ અકબર હજુર જઇ સઘળી બાબતો રજુ કરી તેથી શાહે ન્યાયધીશને બોલાવીને પુછ્યું કે, ' આ બાઇના કેશનો ફેસલો કેવા પ્રકારે આપ્યો છે. ખરા કેસને શા આધારથી રદ કર્યો છે. તે સાંભળી ન્યાયાધીશે બંને પક્ષના પુરાવા રજુ કરી કેશનું રૂપ અને તેનું નીરાકરણ કરી બતાવ્યું. આ હકીકત જાણી શાહ વીચારમાં પડ્યો. અને આ ભેદ ભરેલા કેશમાં શું સત્યતા હશે ? તે શોધી કાઢવા માટે શાહે ફરીઆદ કરનાર બાઇને એકાંતમાં લઈ જઇને પુછ્યું કે, 'જ્યારે તમારો સ્વામી તમોને પરણી લાવ્યો ત્યારે બુઢાવસ્થા હતી છતાં પુત્ર પ્રાપ્ત કરવા જેટલી શક્તી શી રીતે આવી ? શું કાંઇ તેણે વાજીકરણ પ્રયોગો ઉપયોગમાં લીધા હતા ? તે તમે જાણતા હોતો ખુલાસાથી સમજાવો.'

શાહનાં આ વાક્યો સાંભળી પીતા રૂપ રાજા આગળ કહેવા લાગી કે, 'હે દયાવંત ! આપ તો પુજ્ય પીતા સમાન છો, એટલે આપ સમીપ સાચી બીના જણાવવામાં કશી અડચણ સમજતી નથી, આવા કટોકટીના પ્રસંગમાં શરમ રાખે કામ થાય એમ નથી, કહ્યું છે કે, 'લાજે વણસે કાજ.' માટે સાચે સાચે કહું છું કે, મારા સ્વામીનાથે મારી સાથે પરણ્યા તે વખતે તેનું