પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવતી હતી. તે સાંભળી શાહે પુખ્ત વીચાર સાથે તર્ક ઉઠાવી સત્ય વારતાને એની મેલેજ પ્રકાશમાં લાવવા યુક્તિ રચી.

જ્યારે બીજે દીવસે શાહ કચેરીમાં આવી તખત ઉપર બીરાજમાન થયા અને ચોબદાર પ્રત્યે હુકમ કરયો કે બાહાર અરજદારો પૈકી કાલવાલી છોકરી અમીનાનું નામ પોકારો ! તે સાંભળી ચોબદારે 'અમીના હાજર છે એમ ત્રણ વખત પોકારો પાડ્યા કે તુરત તે વેશ્યાની છોકરી 'હાજર છું' એમ બોલી અગળ આવી એટલે તેને શાહની હજુર ઉભી કરી. શાહે તે છોકરીને પુછ્યું કે "તારૂં નામ 'સકીના' છે છતાં તું 'અમીના નામથી પોકાર પાડ્યે કેમ બોલી ? આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી છોકરી બોલી કે 'જી હજુર ! મારો બાપ મને ન્હાનપણમાં 'અમીના' એ નામથી બોલાવતો હતો તેથી સ્વાભાવીક તે નામ સાંભળી હું આપ હજુર હાજર થ‌ઇ.' આ જવાબ સાંભળવાથી શાહની ખાત્રી થ‌ઇ કે "આ છોકરી ફરીયાદીનીજ છે એમાં જરા શક નથી ! કેમકે જે એના પીતાએ કહેલું નામ હતું તેજ નામથી પોતે બોલી ઉઠી તેથી ખાત્રી થાય છે કોઈ પણ માણસ કોઇ કારણસર પોતાના નામ ઠામ કુલને કૃત્ય કૃત્યને છુપાવ; પણ કોઇ વખતે પણ તેનાથી ખરી વારતા બોલાઇ જાય છે કીંવા ખરી વારતાનો ચીતાર પડી આવે છે એમાં જરા ખોટું નથી !' એમ ખાત્રી કરી વેશ્યા તથા ખોટી સાક્ષી પુરનારને યોગ્ય શીક્ષા કરી અને તે છોકરીને એકદમ પોતાના પીતાને તાબે થવા ફરજ પાડી, પરંતુ તે ફરીયાદી પ્રત્યે શાહે જણાવ્યું કે " હવે આ છોડી તારા ભલામાં રાજી રહેશે નહીં તેમ તેના વડેજ તારો જીવ ખોઇશ માટે જલ્દી કોઈ શોખીન પુરૂષ જોઇ તેને અરપણ કરી દે, કેમકે ખાનપાન અને ઐસાઅરામમાં લોલુપ્ત બનેલ છે માટે તે હરામચસ્કો મટશે નહીં માટે તે કાર્ય જલદીથી કર.' આ પ્રમાણે શાહનો હુકમ સાંભળી તેણે તેજ હુકમને માથે ચઢાવી અમલમાં આણ્યો.

વારતાનો સાર એ છે કે ન્યાયની બારીકી તપાસવા માટેની શહેનશાહ અકબરની દીર્ઘદ્રષ્ટી વાપરવાની કેવી ખુબી હતી તથા સત્યનો જય અને પાપનો ક્ષય છે તેમજ સ્ત્રીને એસાઅરામ કરવા મળ્યો એટલે સગા બાપની પણ સગી થતી નથી અને ગમે તેટલી ખરી વાત છુપાવવા કારીગરી કરી પણ છેવટે 'જે અંબે ઉચરાય' તેવો પ્રકાર બન્યા શીવાય રહેજ નહી ? વગેરે વગેરે સાર સમજવો છે.

પ્રીય પાઠકગણ જ્યારે શેહનશાહ અકબર ગુણગ્રાહી આર્ય યવન મંડલ પ્રત્યે સમદરશી, ચતુર, પ્રવીણ, જ્ઞાનવંત, આસ્તીક. સુરવીર. ધ‌ઇર્યવાન, ઉદાર અને વચનપાલ-પ્રતીપાલાદી અનેક સદ્‌ગુણોએ કરી સંપન્ન હતો ત્યારે કવીરાજ બીરબલ પણ તેવા ગુણોમાં કાંઇ ન્યુનતા ધરાવનાર નહતો એટલુંજ નહી પણ બીરબલની સ્ત્રી તથા તેની પુત્રી અને પુત્ર પણ મહા બુદ્ધિમાન હતાં.


-૦-