પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હવે તે છોકરીના પિતાએ છોકરીની ઘણી શોધ કરી પરંતુ ક્યાં પત્તો લાગ્યો નહિ તેથી બિચારો નિરાશ બન્યો અને ગાંડાની માફક જ્યાં ત્યાં ભટકવા લાગ્યો.

એક વખત ફરતો ફરતો દીલ્લી શહેરમાં આવ્યો અને શહેરમાં ફરતાં નાયકાઓના ઘરો ભણી જઈ લાગ્યો, એક વેશ્યાની હવેલીના ઝરોખામાં બેઠેલી સ્યામા નાયકાને નિહાલી વિચારવા લાગ્યો કે ' આ ઝરોખામાં બેઠેલી સ્ત્રી ખચીત મારી પુત્રી હોવી જોઇએ, પરંતુ આવા નીચ કર્મ સુધી કેવી રીતે પહોંચી ?" એમ વીચારી પોતાની પળખાણ આપવા તે સ્ત્રી પ્રત્યે કેટલીક પ્રેમ વાત્સલતા સાથે વારતાઓ કરી પણ તેણીએ તો તે તરફ જરા પણ લક્ષ આપ્યુંજ નહીં " કાશીના પંડીતો કેમ જીત્યા ? તેઓએ કહ્યું તે મેં માન્યુંજ નહીં ? તેવો બનાવ બન્યો તેથી છેવટે લાચાર બની અકબરશાહની હજુર કરી ફરીયાદ કરી ફરીયાદની હકીકત સાંભળી સદરહુ વેશ્યા અને બેવફાદાર છોડીને બોલાવી મંગાવી બાદશાહે વેશ્યાને પુછ્યું કે " આ છોડી કોની છે ?' તે સાંભળી વેશ્યા બોલી કે " જી હજુર ! જ્યારે આ છોડી ન્હાની હતી તે વખતે એને એક ફકીર લ‌ઇને આવ્યો હતો અને પોતાનીજ દીકરી છે એવો પક્કો વિશ્વાસ આપી હજાર રૂપીઆ લેઇ વેચી ગયો ત્યારે મેં પુષ્કળ દ્રવ્ય ખરચી તેને નૃત્યાદિની ઉત્તમ કળાઓમાં પ્રવીણ બનાવી. તેમ આ છોડ્ફીને મેં જે વખતે વેચાતી લીધી તે વખતે ઘણાં માણસોને સાક્ષી રાખી લીધેલ છે અને તે સાક્ષીદારો અહિંયાં મોજુદ છે માટે નામદારે ખાત્રી કરી એવી જોઇએ આ પ્રમાણે વેશ્યાનું ઠાવકું બોલવું સાંભળી ગવાહી (સાક્ષી) ઓને બોલાવી હકીકત મેળવી તો વેશ્યાના કહેવા પ્રમાણેજ વાત જણાવી તેમજ તે છોડીની જબાની લીધી તો તેણે જણાવ્યું કે, 'હું કેવળ અસમજણી હતી તે વખતે મારી મા મરણ પામી હતી એટલે ચોકસ નથી કહી શકતી કે અમુક વરસે મરણ પામી છે; પરંતુ મારી માના મુઆ પછી મારો બાપ ફકીર થ‌ઈ ગયો હતો અને તેજ આ નાયકાને ત્યાં વેચી ગયો હતો ત્યાર પછી મારા બાપની પણ મને ખબર નથી કે તે જીવે છે વા મરણ પામ્યો."

તે છોકરીની આ પ્રમાણે જબાની સાંભળી તો પણ શાહને ખાત્રી પડી નહી કેમકે 'જે કપટનાજ માતા પીતારૂપ મનુષ્યો હોય છે તેઓની સત્ય વારતા તથાપી ખાત્રી થતી નથી અર્થાત જ્ઞાની, પંડીત, સુઘડનર, નૃતય કરનાર (ભવૈયા નાટકવાળી-ભાંડ) રાજા ભાટ કીંવા કવીતા કરનાર તથા કથ્થક લોકો અને વેશ્યા આ આઠ જણાઓ કપટને જન્મ આપનારજ ગણાય છે માટે કોણ જાણે કે શું કાપટય પટય પટુતા કેલવી હશે ?) એમ વીચારી શાહે તે વેશ્યા અને છોકરીને બીજે દીવસે હાજર રહેવાનું ફરમાવી રજા આપી. ત્યાર પછી તે ફરીયાદીને પુછ્યું કે આ તમારી દીકરીનું નામ શું પાડેલું હતું ? તથા કયા કયા નામથી બોલાવ્યો તે ઝટ બોલતી હતી ? આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી ફરીયાદીએ અરજ કરી કે નામદાર ! ન્હાનપણમાં એનુ નામ અમીના પાડ્યું હતું તેમ તેજ નામથી ઝટ દોડી