પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા તહુતેરમી
-૦:૦-


ખરા નામની ખુબી
-૦:૦-

છળ છુપાવે સત્યને, પણ છેવટ ન છુપેજ,
આખર ખુલ્લુ થાય સહુ કષ્ટ બહુ પામેજ;

શેહેનશાહ અકબર શાહના રાજ્યમાં એક ગરીબ મનુષ્યની છોડીનું કોઈ એક તાલમબાજ હરણ કરી ગયો અને દીલ્લી શહેરમાં રહેનાર એક વેશ્યાને ત્યાં તે છોડીને પૈસા લેઇ વેચી દીધી તદનંતર તે વેશ્યાએ તે છોડીને ગાયન નૃત્ય અને પૈસો હરણ કરવાની અચ્છી કળા શીખવી તેથી પોતાનો ધંધો ઠીક ચાલવા લાગ્યો અને પૈસો પણ સારો સંપાદન થવા લાગ્યો.

વાચક વૃંદ અમુલ્ય ગુણીજન પુરૂષ દુર્બળ અવસ્થામાં કે સંકટમાં આવી પડ્યો હશે તેમ તે ધનાઢ્ય આગળ કાલાવાલા કરે પણ તેને કોઇ આશ્રય આપવા ચાહશે નહિ, પરંતુ સ્ત્રી ચાહે તેવી દુરગુણી હશે તદપી રૂપ ચટક મટક અને ચાળાઓ જોઇ તે બે બદામની બૈરીને સર્વ અમીર ઉમરાવ સોગઠીઆઓ વગેરે ચાહના વડે આશ્રય આપી આધીન બને છે બનશે એટલુંજ નહીં પણ તેના શબ્દ ઉપર વગર મૂલ્યે વેચાશે, પરંતુ એમ કોઇ વીચારતું નથી કે- મર્દ- ગુણવાનને વીપત્તિ વખત અવશ્ય બની શકે તેટલો આશ્રય આપવો કેમકે વીપત્તિનું વાદળ એક દીવસ સરવના ઉપર ઘુમે છેજ માટે અણી સાચવી લેવાથી બહુ વડાઇ ગણાય તેમ તે ઉપકારના બદલામાં ખાનદાન ગણી જેઓ ખરી વખતે માથાં અર્પણ કરે છે, પણ સ્ત્રી પુરૂષ ધન દોલતની દરકાર રાખતા નથી ! અને સ્ત્રી કેવળ જ્યાં સુધી તેનો સ્વાર્થ સંધાશે ત્યાં સુધી આપની થશે તેમ બહુ રાઝી જશે તો 'મુત્ર પાત્ર'--નરક દ્વાર--સુમતી સદ્‌ગુણ અને સુયશ રૂપ થવાનો નાશ કરનાર જાજુલ્યમાન અગ્ની કુંડ તમારા આગળ ધરશે; છતાં પણ શું મોહ જાળની પ્રબળતા છે કે દીવો લેઈને કુવામાં પડે છે, આહા કામદેવની તારી બલિહારી છે.