પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો તેનું કશું નહીં અને મેં મારા પીતાને માર્યો તો તે વીષે આપ ગુસ્સે થાઓ છો તેથી એમ ચોખું જણાઈ આવે છે કે એ ખુદાનો કાયદો ગરીબોને માટેજ હશે પણ આપ જેવાઓને માટે નહીં હોય, અને જો હોય તો હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા તેનું કારણ શું ?'

આ પ્રમાણે નીશંકપણાનાં નીતીયુક્ત વચનો સાંભળી શાહે વીચાર્યું કે "આ છોકરાનું કેવું સત્ય છે તથા મારા અમલમાં એ નિર‌અપરાધી ગૌમાતનો વધ થાય છે એ ખરેખર અઘટીત પ્રકાર છે એમાં જરાપણ ખોટું નથી, માટે આજથી તે અઘોર કૃત્ય મારા રાજ્યમાં ન બને તેમ અવશ્ય બંદોબસ્ત કરવો એ દ્રઢ સંકલ્પ છે.' એમ નીત્ય ગૌવધ થતો અટકાવવા સખ્ત હુકમ સાથે ઢંઢેરો ફેરવ્યો અને નીદ્ય કઠોરઘાતકપણું બંધ પડી-સકળ પ્રજાની પ્રીતિ સંપાદન કરી.

સાર--મોટા માણસનું લક્ષણ એજ છે કોઇના બોલવાપર રીસ ન ચઢાવતાં તેની વાતમાં શું તત્વ છે તે તારવી લેઇ પોતાની ઉદારવૃત્તિ બતાવવી.


-૦-