પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા બહુતેરમી
-૦:૦-


રાજાના માથાનો મલ્યો
-૦:૦-

જન્મી આપે કુજાતીમાં, કરે સુજાતીનાં કામ,
વીષ મુખમાં મણી નીજી છતાં કરે વીષ શ્યામ.

એક વખતે એક મુસલમાનનો છોકરો જુવાનીના જોરથી મસ્ત બની સાન ભાન ભુલી જઈને કાંઇક કારણસર પોતાના બાપના માથામાં પાંચ સાત ખાસડાં માર્યાં. આ ખાસડાંના મારથી ઘરડો બાપ મહોટે રડવા લાગ્યો આ રડારડનો અવાજ સાંભળી આસપાસના લોકો એકઠા થ‌ઇ જ‌ઇને અવીચારી છોકરાને પકડી લીધો. તો પણ હાથમાં ન રહેતાં બાપને મારવાને વારંવાર હુમલા કરતો હતો. તરત તેને પકડી શાહ હજુર લ‌ઇ તેની હકીકત જાહેર કરી તે સાંભળતાં વેંતજ શાહ અત્યંત કોપાયમાન થ‌ઇ ગયો અને તે દુષ્ટ છોકરા પ્રત્યે કહ્યું કે "કેમ રે ! મુર્ખા જે આપણને પાળીપોષિ કેટલાં દુઃખો વેઠી ઉછેરે છે (પ્રતીપાલન કરે છે) તેનેજ આ પ્રમાણે માર મરાય કે ? એવો કોઈ બેવકુફ હશે કે પોતાના પોષણ કરનારને મારે અગર આવું અપમાન કરે ! ?) ઉદ્ધત પણ સમજુ છોકરો દાવ ઉપર સોગઠી મારવાનો લાગ આવ્યો જાણી હાથ જોડી બોલ્યો કે " નામદાર ! આપ ફરમાવો છો તે કેવળ સત્ય છે એમ કરવાથી મહાપાપ થાય છે એમ હું માનું છું, પરંતુ આપણી આંખનું કુશળ ચાહી પારકાની આંખમાં મુશલ પહેરાવવા જવું એ શું આપ સરખા નામદારને વ્યાજબી છે ? આ પ્રમાણે તે છોકરાનું બોલવું સાંભળી શાહ વિશ્મયસહ બોલ્યો કે "તે શી રીતે મારી ગેરવ્યાજબીપણાની વારતા છે ? તો તું જણાવ. તે ઉદ્ધત છોકરો બોલ્યો "ગરીબપરવર ! જ્યારે પાલન કરનારને મારવા કીંવા અપમાન કરવા માટે આપને દુઃખ ઉત્પન્ન થાય છે ત્યારે હજારો બાળકો અને મનુષ્યોનું જે બીનસ્વારથે પાલન પોષણ કરે છે તેવી નિરદોષ ગરીબ મોઢામાં ઘાસને ધારણ કરનારી ગાયોને મારવી કીંવા તો અપમાન કરવું એ ઠીક છે ? શુરા લોકોનો એ ધરમ છે કે જેના હાથમાં શસ્ત્ર નથી તથા જેણે દાંતમાં તરણું ધારણ કર્યું હોય તેવા દુશ્મનને પણ મારવો નહિં, પરંતુ અભયદાન આપવું તો તે રીતીથી આપ ઉલટી રીતે વર્તો