પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ૨ જી
-૦:૦-
તેરી ચુપ ઓર મેરી બી ચુપ.
-૦:૦-
ચોપાઈ.

ચાતુર ને ચતુરા પણ ચ્હાય, ભુપ ચતુરની ચહે ભેટ,
        મહીમાં મોહીની મંત્ર એનેટ

સુંદર તેહેવારોની મોજ લુટવા માટે ન્હાના મ્હોટાઓ અણમોલો શણગાર સજી પોતાની મનોહર રમાઓને રમણીક બનાવી મ્હોટા ઉત્સાહથી લીલી લીલોત્રીથી શોભા રહેલા મનહર ઉપવનમાં ઉતરી પડી ગાન તાન અને મૃદંગોના નાદથી આખા ઉપવનને ગજાવી મુક્યું હતું. આમ તરેહ તરેહજાતની રમત ગમ્મતમાં મનને રમાડતાં રમાડતાં દીવસને જતાં કેટલીવાર લાગે? રાત પડી જવાથી સર્વકો આનંદની લ્હેરોમાં ડોલતાં ડોલતાં નગરમાં દાખલ થવા લાગ્યા. આ સમયનો લાગ જોઇ અકબર વેષ બદલી નગર ચરચા જોવા માટે, અને પ્રજા સુખી કે દુખી છે, તેનો અભીપ્રાય જાણવાના હેતુથી મુખ્ય મ્હોલાઓમાં પ્રવેશ કરવાના નાકા રોકી જ્યાં ત્યાં થતી ચરચાઓ જોતો અને બોલતી વાતો સાંભળતો ઉભો. એટલામાં એક ગોરી છબીલી ચતુર છેલાને રતી રણમવા માટે શોધવા સારૂ આવતા જતાં પુરૂષોની તરફ એકી નજરથી જોઇ રહી હતી. જોતાં જોતાં તેણીની નજર રાજાની ઉપર પડતાને વારજ તે રમણીક રમાએ રાજાને કટાક્ષબાણ મારયું. આ મોહની મંત્રનો પ્રયોગ થતા જ ચતુર બાદશાહ ચેતી જઈ શું ચમત્કાર બને છે તેનો અનુભવ લેવા માટે તેણીની સાથે રાજા પણ ચાલ્યો. થોડે છેટે ગયા પછી તે નીચ નારીએ ખુલ્લી રીતે જણાવ્યું કે મારી શેઠાણીના શેઠ વીદેશ પધાર્યા છે તેથી તેણી કામાતુરી બની છે તે કામ શાંત કરવા માટે આપ પધારો ? એમ વાત કરતાં બંને જણ શેઠાણીના રંગમહેલમાં દાખલ થયા. આ જોઇ શેઠાણી તરત દોડી આવીને હસ્તે મુખડેથી બોલી કે, અહો કામદેવ ? રંગ વીલાસના ભોગી ? મારા મનના મનોરથને સફળ કરનાર ભોગી ભ્રમર અંદર પધારી આ સેજ પર વીરાજમાન થાઓ. એટલામાં હું અંદર જઇ હમણાં આવું છું. એટલું કહીને દાસીને સાથે લઇને દીવાનખાનામાં દાખલ થઇ દાસીને કહ્યું કે, આવનાર પુરૂષની ચાલાકી જોવા માટે આ ભરેલા દુધના કટોરાને લઇને તેના હાથમાં આપી કહેજે કે આ દુધ શાનું છે ? અરે એ દુધ