પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો ગાયનું કીંવા ભેંસનું છે એમ કહી રાજા તે દુધ પી ગયો. તે ખબર દાસીએ શેઠાણીને દીધાથી શેઠાણી મનમાં સમજી ગઇ કે એ બીલકુલ મુર્ખ છે. ફરી તેની પરીક્ષા કરવા માટે એક ગુલાબના ફુલની છાબ ભરી દાસી સાથે મોકલી, રાજા એ તે છાબ લઈ પલંગ ઉપર ઉંધા વાળી દાસીને પાછી આપી. દાસીની આવી હકીકત સાંભળી શેઠાણીએ પોતાનું કપાળ કુટીને બોલી કે શું આ નરપશુ મારી સોબત કરવા લાયક છે ? દાસી ? લે આ અતલસના તાકાની ઘડી ઉઘાડીનાખી ખુબ જોશથી ચોળી નાખીને તે આવનાર અણઘડ પુરૂષના હાથમાં આપી કહેજે કે અસલની પેઠે આ અતલસના તાકાની ઘડી કરી આપો. દાસીના હાથમાંથી રાજાએ તે અતલસ લઇ તેની અસલની પેઠે ઘડી કરવાની ઘણી માથાકુટ કીધી પણ તે ફોક થવાથી કંટાળી જઇ તે અતલસના તાકાને જમીન પર ફેંકી દીધો. દાસીએ તરત સમયસુચકતા વાપરી તરત નીચે નમી જમીનપર પડેલા તાકાને ઉંચકી લઇ મો કરમાયા સરખું કરી શેઠાણીના અંગ ઉપર ફેંકીને બોલી કે, શેઠાણી સીદને માથાકુટ કરો છો ? મનને ગમતો હોય તો આલીંગન આપી મોજ માણી લો, અને તેની સાથે સુરંગ લુટવો ન હોય તો તેને રૂખસદ આપી દો ? બીજાની ક્યાં ખોટ પડી છે? માર ધકો અને કાઢ બહાર; શેઠાણીએ કહ્યું કે, 'એ ઉપાય ઠીક છે જા ત્યારે, એને પાછો વળાવી નગરના ચોકમાં જા, અને એક ચાલાક ચતુર નરને શોધી લાવ.' શેઠાણીનો હુકમ થતાંજ દાસીએ રાજાને ઘરના દાદરે નીચે ઉતારી મુકી બીજાની શોધ કરવા ચાલી,આ જોઇ રાજાએ વીચારયું કે, આવી રીતે મને તરછોડી કાઢી મુક્યો એનું કારણ શું હશે? આમાં કંઇક ભેદ હોવો જોઇએ ? આ ભેદ જાણવા માટે ધીરજનું કામ છે, અને તેમ ન કરતાં જો દબાણ ચલાવવા જઇશ તો આનું પરીણામ માઠું આવશે. આટો ખાવો અને ભસવું એ કેમ બને ? માટે હવે બીજો કોણ આવે છે ? તે શું કરે છે? તે કામ કાઢી જાય છે કે ખાસડા ખાઇને જાય છે ? માટે તે જોવાની જરૂર છે. આવો વીચાર કરી રાજા પાછો ઉપર જઇને દીવાનખાનાની અંદર સંતાઇ પેઠો. આ વારતાનો નાયક બીરબલ પણ પોતાના સ્નેહીઓની સાથે ફરતો ફરતો અને વીનોદી વારતાઓના રંગમાં સરવેને તરબોલ કરતો કરતો મોડી રાતે નગરમાં દાખલ થયો. જેમ જેમ પોતાના મકાનો આવતા ગયા તેમ તેમ તેઓ છુટા પડતા ગયા. છેવટે પોતે એકલો એકલો ડોલતો ડોલતો ચાલતો હતો એટલામાં પહેલી દાશી તરત તેની પાસે આવી કહ્યું કે, 'આપ જરા મારા સાથે આવી મારી શેઠાણીની વીરહપીડા મટાડશો ?' રસીક તો રસ લુટવાનો સદા ભુખ્યો જ હોય છે ? તો પછી બીરબલ જેવો વીહારી શા માટે ના પાડે ? હસ્તે ચેરે બીરબલે તે દાસીને કહ્યું કે, ચાલ તારી છણકાની શેઠાણી ક્યાં રહે છે તે બતાવ.' દાસીએ તરત આંખ મારી બીરબલને પોતાની સાથે લઇ ગઇ અને શાહની પેઠે બેસવા જણાવ્યું. ચાલાક બીરબલે ચોતરફ નજર ફેરવાને તે પલંગ પર ન બેસતાં તેની આગળ ઉભો રહ્યો, કારણ કે શાહ જે પલંગપર આવી બેઠો હતો તે દાસીનો હતો તેથી તે પલંગપર બેસવું અયોગ્ય